________________
ધ્યાન ધ્યાન એ દિવ્ય જીવનનો દરવાજો છે. શક્તિના અખૂટ ભંડારની ચાવી છે અને અપૂર્વ ચિંતામણિ રત્ન છે. ધ્યાન કેવી રીતે કરવું ?
ધ્યાનની પ્રક્રિયા (Process) દ્વારા કાર્યની સિદ્ધિ થાય છે તથા ગમે તેવા મુશ્કેલ સંજોગોમાંથી માર્ગ શોધી શકાય છે. ચાલો, આ ધ્યાનની પ્રક્રિયા જાણીએ. (૧) પ્રથમ પગથિયું છે. શ્રદ્ધા. કોઈપણ જાતનો ભય, શોક કે
ચિંતાની રેખા મુખ પર નહિ. કોઈપણ નિમિત્ત હોય પણ આર્તધ્યાન કે રોદ્રધ્યાન નહિ જ. હૃદયમાં પરમાત્મા સિવાય બીજું કંઈ જ નહિ. આ શ્રદ્ધા પોતાની રૂચિ પ્રમાણે પરમાત્મા, નવપદ, નમસ્કારમંત્ર, સિદ્ધચક્ર અને પોતાનાં આત્મા જેવી
શાશ્વત શક્તિઓ ઉપર કેન્દ્રિત કરવાથી નિર્ભયતા આવે છે. (૨) આ શ્રદ્ધાને અમલમાં મૂકવી : યથાશક્તિ પ્રાર્થના, પૂજા,
ધ્યાન આદિ કરવું. (૩) મુશ્કેલીનો વિચાર totally બંધ કરવો. એમ છતાં મુશ્કેલીનો
વિચાર ચાલુ હોય તો સમજવું કે આપણી શ્રદ્ધા હજી
પરિપક્વ બની નથી. (૪) મુશ્કેલીનો વિચાર બંધ કર્યા પછી હવે માત્ર અને માત્ર
પરમાત્માનો જ વિચાર કરવો. પરમાત્માની શક્તિનું
સ્થિરતાપૂર્વક ચિંતન કરવું. (૫) પરમાત્માની શક્તિનું ચિંતન કરતાં કરતાં પોતાનું મન
પરમાત્માના ધ્યાનમાં લીન કરી દેવું. આથી “મનની શાંત
અવસ્થા”નો અનુભવ થશે. આ પ્રક્રિયા (process) દ્વારા જ્યારે મનુષ્યનું મન શાંત થાય છે
હાળવારા
જ્ઞાનધારા
(૬૯)
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪