________________
(૯) નિયમબદ્ધતા : નિયમથી બંધાવું. જેમ કે “હું હવે પછી
જપસાધના કરીશ” એવો નિયમ ગ્રહણ કરવાથી સાધનામાં
આગળ વધી શકાય છે. જપ ક્યારે કરવો ?
સવારના ૪ થી ૬નો સમય ઉત્તમ. એ ન ફાવે તો સવારે ૬ થી ૮ કે સાડા આઠ સુધીમાં કરવું. દરેકે પોતે સંજોગો પ્રમાણે આગળ વધવું.
ક્યારેક સવારના બદલે રાત્રિનાં બીજા પ્રહરે પણ કરી શકાય પણ નિયમ ચૂકવો નહીં. ક્યારેક મુસાફરી કરવાનું થાય તો ટ્રેન કે પ્લેનમાં મનોમન નિયત જપ કરી લેવો જપનો પ્રારંભ શુભ મુહૂર્ત કરવો જોઈએ. જપ કેમ કરવો ?
મનને અન્ય સર્વ વિષયોમાંથી ખેંચી લેવું અને તેને મંત્રાર્થમાં જોડવું. પદ્માસન કે સ્વસ્તિકાસનમાં બેસવું. મેરૂદંડ સીધો રાખવો. મસ્તક ઉન્નત રાખવું. આંખો અધ મીંચેલી રાખવી. દૃષ્ટિ નાકનાં અગ્ર ભાગ પર સ્થિર રાખવી. આમ ન ફાવે તો આંખ પૂરી બંધ જ રાખવી. જમણાં હાથમાં માળા રાખવી - તેને છાતી સન્મુખ લાવી પછી જપ કરવો. ડાબો હાથ - ડાબા ઢીંચણ પર જ્ઞાનમુદ્રામાં અથવા ખુલ્લો રાખવો. ઓછામાં ઓછું સાત વાર અને શક્ય હોય તો ૧૦૮ વાર ભગવાનનું નામ યાદ કરવું. પછી સ્તોત્ર કે સ્તવન કે શ્લોક ભાવપૂર્વક બોલવો પછી ધ્યાન કરવું.
જપના નિષેધો : આળસ મરડવી નહિ, બગાસુ, છીંક, ખોંખારો ખાવો નહિ. નિદ્રા કરવી નહિ, ઝોકાં ખાવા નહિ, ક્રોધ કરવો નહિ, નાભિથી નીચેના અંગોને સ્પર્શ કરવો નહિ. વાળ ખુલ્લા રાખીને મંત્રજપ ન કરવો (ખાસ સ્ત્રીઓએ), વાતો કરવી નહિ. બહાર જવાની ઉતાવળ હોય - કામની ઉતાવળ હોય ત્યારે પણ જપ ન કરવો. ભોજન કે સૂવાનાં સમયે ન કરવો. ચામડાની વસ્તુ પાસે રાખવી નહિ. પગ લાંબા પસારીને “જપ ન કરવો. ઉભડક બેસીને પણ ન કરાય.
'જ્ઞાનધારા
(૬૮)
જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૪