________________
ત્યારે આત્મશક્તિ જાગૃત થાય છે અને તે દ્વારા આપણે ગમે તેવા મુશ્કેલ સંજોગોમાંથી માર્ગ શોધી શકીએ છીએ તેમજ ગમે તેવા મહાન કાર્યો સિદ્ધ કરી શકીએ છીએ. આમ, સિદ્ધાંત (Principle) + પ્રયોગ (Application) = ફળનો અનુભવ (Result)
ધ્યાનનું મહત્વ : ધ્યાન એ જપસાધનાને પુષ્ટ કરનારી અતિ મહત્ત્વની ક્રિયા છે. આથી મન શાંત-સ્થિર થાય છે. આત્માનો વિકાસ સધાય છે. ધ્યાન દ્વારા સાત પ્રકારનાં ભય અને આઠ પ્રકારનાં કર્મને મૂળમાંથી ઉખેડી શકાય છે. જેનાં હૃદયમાં જિનેશ્વર ભગવંત બિરાજમાન છે, તેનું અનિષ્ટ કોઈ કરી શકતું નથી. સર્વ દુઃખ અને દુર્ભાગ્ય નાશ પામે છે. સર્વ ચિંતા ચૂર થઈ જાય છે. આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થવાય છે. આત્માનાં પૂર્ણ-શુદ્ધ ચૈતન્યનો અનુભવ અને પ્રાપ્તિ થાય છે. મોક્ષ પર્વતની સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ, લક્ષ્મીઓ અને શક્તિઓ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી જગતના બાહ્ય સુખો તુચ્છ લાગે છે. શુભ અધ્યવસાયનાં બળથી અશુભ કર્મ શુભરૂપે પલટાય છે. અશુભના સ્થિતિ અને રસ ઘટે છે અને શુભના સ્થિતિ અને રસ વધે છે. જિનભક્તિમાં અંતરાયને તોડવાની શક્તિ છે. તે કર્મોનાં સ્થિતિ, રસ-અનુબંધ તોડી નાંખે છે. પરમાત્માનો અચિંત્ય પ્રભાવ કર્મના નિયમ અનુસાર જ ફળ આપે છે. પરમાત્મપદ પ્રાપ્તિની પરમ કળા ધ્યાનમાં છે. આ એક મહત્ત્વની કળા શીખવાની છે કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં નિમિત્તો વચ્ચે પરમાત્માના સ્મરણરૂપ ધર્મધ્યાન કેવી રીતે કરવું?
શાનદાર
૪૦૦)
છ0
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪