________________
ભીડભંજન પ્રભુ પાર્શ્વ જિનેશ્વર, પૂજતાં પાપ પલાય છે રે. જિન ઉદયરત્નનો અંતરજામી, બૂડતાં બાંહે સોહાય છે રે. જિન -ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી (‘ઉદય-અર્ચના’માંથી) આ સ્તવનની પહેલી પંક્તિ ખરી ચિત્રાત્મક છે. કવિ ત્રણ' વાર કહે છે. જાય છે જાય છે જાય છે રે, જિનરાજ જોવાની તક જાય છે.' કવિ તર્જની સંકેત કરીને દેખાડે છે, હે જીવ જોવા જે છે તે તો જિનરાજ છે અને એમને જ જોવાની તક તું ગુમાવે છે તે યોગ્ય નથી. ખરાં દુઃખડાં' કહ્યું. સંસારમાં વસ્તુઓની પ્રાપ્તિ, ઇચ્છાઓની પૂર્તિ ન થાય, મનગમતું, ભોગ વિલાસભર્યું કશું ન મળે એ દુઃખ ખરું નથી. ખરું દુઃખ તો છે, ભવભ્રમણ, અજ્ઞાન એ ખરાં દુઃખને દૂર કરવાની તક ચાલી જાય છે. હળુકર્મી બનવાની તક જાય છે કારણ કે ભગવંત ભજયાની તક જાય છે. એક વાર મળ્યા પછી ગુમાવી દઈએ તો તક પાછી નથી આવતી. જોવાની તક તો મહાલક્ષ્મી, પરમલક્ષ્મીની પ્રાપ્તિ બરાબર છે. કરવાથી અજ્ઞાની આત્મા પોતે જ લૂંટાય છે.
બહુ લોભ ઉપાધ્યાય કવિવર ઉદયરત્નની કવિતા તો, એનો શણગાર એની સાદગી જી રે', જેવી છે.
આ સંસાર રંગબેરંગી છે. ક્યારે કયો રંગ દેખાડશે કોણ કહી શકે ? પળે પળે પલટાય છે, ક્ષણે ક્ષણે સરે છે તે સંસાર છે. પછી સરસ પંક્તિ આવે છે, ખોટે ભરોસે ખોટી થાઉં, ગાંઠના ગરથ લૂંટાય છે રે' સંસારની વસ્તુઓ પર, વ્યક્તિઓ ૫૨, સંસારના સુખ-દુઃખ જેવી ખોટી બાબતોમાં ખોટી થાઉં છું. મોડું કરું છું. સમય બગાડું છું. અને મારા પોતાનું, સ્વત્વનું, આત્માનું અહિત કરું છું. હું જ લૂંટાઉં છું. કારણ જિનરાજ જોવાની તક જાય છે.
રામા રામા ધન ધન કરતો, ધવધવ જ્યાં ત્યાં ધાય છે રે' સ્ત્રીઘેલો થઈને, કામપીડિત થઈને, ધનનો, સંપત્તિનો લાલચુ બનીને, એ બન્ને મેળવવા અહીંથી ત્યાં દોડે છે, ભટકે છે, આથડે છે અને એમાં જ જિનરાજ જોવાની તક જાય છે. કંચન અને કામિનીના
૫૮ જૈનસાહિત્ય
જ્ઞાનધારા
જ્ઞાનસત્ર-૪