________________
Guard 68
sì. ગુલાબ દેઢિયા
(સ્વામી આનંદના સાહિત્ય પર પીએચ.ડી. કરેલ છે. ‘પ્રબુદ્ધજીવન’ ‘જન્મભૂમિપ્રવાસી' વ.માં અવારનવાર લેખો લખે છે.)
ભીડભંજન પાર્શ્વનાથજિન સ્તવન
જાય છે જાય છે જાય છે રે, જિનરાજ જોવાની તક જાય છે; ખરાં દુઃખડાં ખોવાની તક જાય છે હૈં, જિનરાજ જોવાની તક જાય છે. હલુકર્મો હોવાની તક જાય છે રે, ભગવંત ભજ્યાની તક જાય છે; બહુ લોભે તે લોલ લૂંટાય છે રે, જિનરાજ જોવાની તક જાય છે. દુનિયા રંગદોરંગી દીસે, પલક પલક પલટાય છે રે. જિન૦ ખોટે ભરોસે ખોટી થાઉં, ગાંઠના ગરથ લૂંટાય છે રે. જિન સગાં સજ્જન સહુ સ્વારથ સુધી, ગરજે ઘેલાં થાય છે રે. જિન પુન્ય વિના એક પરભવ જાતાં, સંસારી સિદાય છે રે. જિન રામા રામા ધન ધન કરતો, ધવધવ જ્યાં ત્યાં થાય છે રે. જિન૦ કંચન અને બીજી કામિની લુબ્ધા, કેઈ પ્રાણી ફુટાય છે રે. જિન પંચ વિષયના પ્રવાહમાંહી, તૃષ્ણાપૂરે તણાય છે રે. જિન નાવ સરીખા નાથને મૂકીને, પાપને ભારે ભરાય છે રે. જિન મોહરાજાના રાજમાંહી વસતાં, પરમાધામી પાસે જાય છે રે. જિન જિનમારગ વિણ જમનો જોર, કહોને કોણે જિતાય છે રે. જિનo શ્રી સદ્ગુરુને ઉપદેશે, સુધે ઝવેરી જણાય છે રે. જિન૰ પાખંડમાં પડ્યા જે પ્રાણી, કાંચનમાલા માફક તવાય છે રે. જિનત
૫૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા