________________
મોહમાં જીવ આથડે છે. કુટાય છે, પીડાય છે. ઇન્દ્રિયોના પાંચ વિષય ધસમસતા જળપ્રવાહ જેવા છે. તૃષ્ણાથી ભરેલા છે, જીવ તેમાં તણાય છે.
તૃષ્ણાના પૂરમાંથી, સંસારની આસક્તિમાંથી ઉગારનાર નાવ સમાન પ્રભુ છે પણ જીવ સંસારસાગરમાં તરણતારણ પ્રભુને છોડી પાપના ભારથી સાગરમાં ડૂબે છે. પ્રત્યેક વખતે મોહ ધારણ કરવાથી નર્કને દ્વારે પહોંચી જાય છે.
કવિને જિનમાર્ગ પર કેવો અતૂટ, અચલ, અખૂટ, અમોઘ, અટલ ભરોસો છે તેથી કહે છે, ‘જિનમારગ વિણ જમનો જોર, કહોને કોણે જિતાય છે રે.' મૃત્યુનું જોર ખૂબ જ છે. એને જીતવા માટે મૃત્યુથી પર થવા માટે. ભવના ફેરામાંથી મુક્ત થવા માટે જિનમાર્ગ સિવાય અન્ય કયો ઉપાય છે ?
સદ્ગુરુનો ઉપદેશ તો પારખુ ઝવેરી જેવો છે. જેમને સાચા રત્નની પરખ છે. સદ્ગુરુના ઉપદેશને છોડી જે પાખંડમાં, ભ્રમમાં, ઢોંગ પડે છે તે જીવ કાંચનમાલા-સુવર્ણમાળાની જેમ આગમાં પડે છે, ટીપાય છે અને આત્માનું સુવર્ણ હોવા છતાં દુઃખી થાય છે.
કવિ કહે છે. ભીડભંજન પ્રભુ પાર્શ્વ જિનેશ્વરને પૂજતાં પાપ દૂર થાય છે. પ્રભુ તો અંતરયામી છે. સંસારમાં ડૂબતા જીવની બાંહ પકડી ઉગારનાર છે. સુખ આપનાર છે.
માટે જિનરાજને જોવાની તક ગુમાવવા જેવી નથી. પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધ, પ્રભુદર્શનથી પામીએ સકળ પદારથ સિદ્ધ તે આ.
જિનેશ્વરને શરણે જવાથી જીવનો ઉગાર છે, તરી જવાનો, બચી જવાનો આરો છે એ વાત આ સ્તવનમાં સરળ છતાં રસિક ભાષામાં કવિએ કરી છે. પ્રથમ પંક્તિ ફરી ફરી ગાવા જેવી છે. મનમાં કોતરી રાખવા જેવી છે.
જાય છે જાય છે જાય છે રે,
જ્ઞાનધારા
જિનરાજ જોવાની તક જાય છે.'
જૈનસાહિત્ય
૫૯
જ્ઞાનસત્ર-૪