________________
જ - પરમાત્માના શરણમાં સર્વસ્વ ન્યોચ્છાવર કરીને જીવનની દઢશ્રધ્ધાનો બુલંદ રણકાર અહીં વ્યક્ત થયો છે. જીવને શિવ બનાવનાર આ શ્રદ્ધા છે. પરમ દુર્લભ એવી શ્રદ્ધાની પ્રાપ્તિ સાધકને સાધ્યની પ્રાપ્તિ કરાવે છે એ હકીકત કવિએ સચોટ રીતે દર્શાવેલ
છે.
પાંચ કડીની આ રચનાની અંતિમ કડી શિરમોર જેવી છે. ગુજરાતી સ્તવનની અજોડ-અમર પંક્તિઓ છે. કવિનો સર્વસમર્પણભાવ - સંપૂર્ણ શરણાગતિ અને આત્માની પરમાત્મા સાથેની એકતા માટેનું ઉત્તમ આલંબન સ્વીકાર્યા પછી તો એને ગાવાની તીવ્ર ઝંખના રજૂ થઈ છે.
“તું ગતિ, તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે વાચક. જરા કહે માહરે, તું જીવજીવન આધારો રે”
હવે તો “તું” સંબોધનથી કવિ પરમતત્ત્વ સાથેની એકતા અને નિકટતાને સ્નેહસભર રીતે પ્રગટ કરે છે. ગુણનિધાન પરમાત્મા સંસાર સાગરથી તારનાર બની ગયા છે. તેથી જ તેઓ પરમાત્માને પોતાના “જીવજીવન - પ્રાણેશ્વરરૂપે સ્વીકારી ધન્યતા અનુભવે છે. જગતના નાથ - જગતના જીવન એવા પરમાત્માને સ્વયંના જીવનપ્રાણ બનાવી પોતાની જાત જોડે પ્રભુની એકરુપતા સાધે છે.
ભાવની દૃષ્ટિએ જ નહીં કલાદેષ્ટિએ પણ આ સ્તવન કવિની સર્જક પ્રતિભાનું ખૂબ જ તેજસ્વી ઉદાહરણ છે. ઊર્મિની ઉત્કટતા અને સચ્ચાઈ, સરળતા - મધુરતા અને પ્રાસાદિકતા - એક એક શબ્દમાં રહેલી સચોટતા આ સ્તવનને યાદગાર ઊર્મિગીત બનાવે છે. અંત્યાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ અલંકાર ખૂબ સાહજિક રીતે કવિની ભાવસૃષ્ટિ સાથે સમરસ-એકરસ બની ગયા છે.
પ્રભુની સાથે આત્માને એક બનાવ્યાનો કવિનો આનંદ આપણને પણ રસતરબોળ - ભાવવિભોર બનાવે છે. નખશિખ કંડારેલી શિલ્પાકૃતિ જેવું આ સ્તવન ઉપાધ્યાય યશોવિજયની જ નહીં સમસ્ત ગુજરાતી ભાષાનું અમર સ્તવન છે.
SIધારા
(૪૫)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪