________________
– ડો. ઉત્પલાબેન મોદી, (ઉત્કૃષ્ઠ સંશોધનવૃત્તિ ધરાવનાર ડૉ. ઉત્પલાબેન જૈન દર્શનના અભ્યાસુ પ્રાધ્યાપક “જૈન વિશ્વભારતી'ના પીએચ.ડી માટેના માન્યવર ગાઈડ છે.)
અવું કહેવાય છે કે, જીવદયાપ્રતિપાળ શ્રી કુમારપાળ મહારાજા પ્રાતઃકાળમાં નિરંતર આ સ્તોત્રનો પાઠ કરી પછી જ અન્નપાણી ગ્રહણ કરતા હતાં.
આ સ્તોત્રના પ્રત્યેક પ્રકાશમાં પ્રભુના અતિશયો (ચમત્કારીક ગુણો)નું વર્ણન, જગતું કર્તુત્વ મિમાંસા, અનેકાંતવાદની વિશિષ્ટતા, તીર્થકર નામકર્મથી વૈરાગ્ય ઉત્પન્ન કરે, યોગીપુરુષોને વારંવાર મનનીય અને ધ્યાન કરવા લાયક એવું પ્રભુભક્તિના અખૂટ ખજાના જેવું છે.
યોગશાસ્ત્ર” અને “વીતરાગ સ્તોત્ર” એ બે કૃતિઓની રચના હેમચંદ્રાચાર્યે કુમારપાળ મહારાજા માટે કરી હતી. એ સંદર્ભમાં એક એવી કિંવદંતી છે કે કુમારપાળ મહારાજા ક્ષત્રિય હતા. એટલે પૂર્વાશ્રમમાં એમણે માંસભક્ષણ કર્યું હતું. જૈનધર્મ અંગીકાર કર્યા પછી અને શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા પછી એક દિવસ એમને ઘેબર ખાતાં ખાતાં પૂર્વે કરેલા માંસભક્ષણનું સ્મરણ થયું. એનો આઘાત એટલી તીવ્ર હતો કે માંસભક્ષણનું સ્મરણ દાંતથી ઘેબર ચાવવાને લીધે થયું હોવાથી બધા દાંત પાડી નાખવાનો એમણે નિશ્ચય કર્યો કે જેથી ફરીથી સ્મરણ ન થાય. પોતાના સંકલ્પની તેમણે હેમચંદ્રાચાર્યને વાત કરી. હેમચંદ્રાચાર્યે એમને સાંત્વન આપતાં કહ્યું કે, “દાંત પાડી
SIનવાર
(૪૬)
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪