________________
અમીધારા વરસાવે છે. અનુપમ ગુણની અમૃતવર્ષા કવિની કાયાને નિર્મળ કરે છે. માત્ર કાયાને જ નહીં પરંતુ તન-મન અને કાયાને નિર્મળ કરવાની અનોખી શક્તિ પરમાત્માના ગુણશ્રવણથી પ્રાપ્ત થઈ છે. આ ગુણરૂપી ગંગાના પવિત્ર નીરને ઝીલીને પોતે ધન્ય ધન્ય થયાનો આનંદ-ઉલ્લાસ વ્યક્ત કરે છે. આ પ્રણથ પંક્તિ-ધ્રુવપંક્તિનું દરેક કડીએ અંતે થતું પુનરાવર્તન આપણને પણ ભાવવિભોર કરે છે.
ગુણનિધાન પરમાત્માના ગુણની પ્રાપ્તિ થયા પછી કવિને હવે કોઈ પણ પ્રકારની સાંસારિક પ્રવૃત્તિમાં રસ નથી કોઈ પણ પ્રકારની દુન્યવી પ્રવૃત્તિ કરવી નથી. “નિશદિન તોરા ગુણ ગાઉં રે” દિવસરાત, જાગતા કે ઊંઘતા કવિને એક જ કામ કરવું છે - પરમાત્મા મહાવીરની વિશેષ ગુણ સંપત્તિ, ગુણલબ્ધિને મન ભરીને ગાવી છે. અનંતશક્તિના ધારક મહાવીરે નિર્લેપભાવે “કમ' પર વિજય મેળવી બધાં બંધનોની ગાંઠને ગાળી નાખી છે. શુદ્ધ, અનંત, નિર્મળ જ્ઞાનના પ્રદેશમાં પ્રવેશીને પાંચ ઉત્તમ ગુણો એમને પ્રાપ્ત થયા છે. આ પાંચ ગુણો (૧) અપરાભવતા (૨) દોષરહિતતા (૩) અપૂર્વ ધૈર્ય (૪) સ્થિતપ્રજ્ઞતા (૫) અકષાય ભાવ. આવા ઉત્તમ અવિકારી જ્ઞાનગુણમાં લયલીન બનીને કવિ જીવવા ઇચ્છે છે. ઉપરાંત, પર કલ્યાણ માટે એ ગુણનું ગાન બીજાને - સર્વ કોઈને સંભળાવવા પણ ઇચ્છે છે. ગુણસંકીર્તન પ્રિય છે.
કવિની પ્રતિભાના ઉત્તમ ઉન્મેષોનું આલેખન મળે છે. તદ્દન સરળ શબ્દોમાં જો કે અર્થાલંકાર અને શબ્દાલંકારની મદદથી નિજાનંદની મસ્તીનું સચોટ વર્ણન કરે છે. સ્તવનની ત્રીજી અને ચોથી કડીમાં, (૧) ગંગાનું પવિત્ર - નિર્મળ જળ અને ખાબોચિયાનું જળ (૨) માલતીફૂલ અને બાવળનું વૃક્ષ - આ બેના જોડકાંમાંથી કોઈપણ વ્યક્તિ પ્રથમને પસંદ કરે એ હકીકતને આલેખીને હવે એમને બીજા કોઈ “સૂર આદરવા નથી અથવા તો બીજા કશામાં એમને રસ નથી. ઘરમાં ભટકવાની જરા પણ ઈચ્છા નથી. 'સ્વ'માં આત્મામાં જ્ઞાનધારા
(૪૪) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪