________________
તું ગતિ, તુ મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે વાચક જશ કહે માહરે, તું જીવજીવન આધારો રે... ગિરુઆ
- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પરમપૂજ્ય, ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજનું આ સ્તવન છે. આ મહાન ભારતીય વિભૂતિએ દાર્શનિક ગ્રંથોના સર્જનની સાથે સાથે, સામાન્ય લોકો પર ઉપકાર કરવાની ભાવનાથી અને પરમાત્મા પ્રત્યેનો અપૂર્વ ભક્તિભાવ વ્યક્ત કરવા માટે, ગુજરાતી ભાષામાં અનેક સ્તવનો રચ્યાં છે. ગુજરાતી ભાષાના સદ્ભાગ્યે આ કવિએ ત્રણ ચોવીશી (ચોવીશ તીર્થકર વિશે સ્તવન) એક વીશી (વીશ વિહરમાન તીર્થંકર વિશે સ્તવન) ઉપરાંત દીર્ઘ સ્તવનો રચ્યાં છે.
આપણી ભાષામાં બીજા કોઈ પણ જૈન કવિએ ત્રણ ચોવીશી રચી નથી. તેમાંની પ્રથમ ચોવીસીનું ચરમ તીર્થકર મહાવીરસ્વામી વિશેનું લોકહૃદયમાં ગૌરવવંતુ સ્થાન પામેલું આ અમર સ્તવન છે. પરમાત્માને સંબોધી પોતાના હૃદયની ઉત્કટ લાગણીને કવિએ વાચા આપી છે. ભક્તની ભગવાન સાથેની ગોઠડી સરસ રીતે વર્ણન પામી છે. ગુણવિધાન પરમાત્માની ગુણ સંપત્તિને કવિએ સરળ રીતે સચોટતાથી આલેખી છે. અનુભૂતિની સચ્ચાઈનું નૈસર્ગિક રીતે વર્ણન થયું છે. ભક્તહૃદયનું ભાવભીની ભક્તિનો ઉમંગ યાદગાર બની રહે
છે.
કાવ્યના પ્રારંભ ખૂબ આકર્ષક જિજ્ઞાાપ્રેરક છે. પ્રથમ પંક્તિનો એકે એક શબ્દ આપણી ઉત્સુકતા જગાવે છે અને અંત સુધી કાવ્ય વાંચવા માટે પ્રેરે છે. કેવી ભાવસભર પ્રથમ પંક્તિ છે !
“ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે”
અનંતજ્ઞાની, અનંતદર્શી વીતરાગ પરમાત્મા મહાવીરના ગુણનું વિગતે વર્ણન કરવાને બદલે કવિ માત્ર એક જ વિશેષણ “ગિરુઆ” પ્રયોજી, પરમાત્માના એ વિશેષ ગુણનું શ્રવણ માત્ર એમના પર જ્ઞાનધારા
(૪૩) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪