________________
સોહમ્ સોહમ્ની રટણા કરનાર માનવી ઈંગલા, પિંગલા અને સુષુમ્મા ને સાધીને આત્માનુભવની સાથે પ્રિતી દઢ કરે છે પછી વંકનાળ અને પર્યક્રોને ભેદીને દશમધારમાં એટલે કે બ્રહ્મરંધ્રમાં શુભ જ્યોતિ જાગૃત થાય છે અને શ્વેત પ્રકાશનો ભાસ થાય છે. ખુલત કપાટ થાટ નિજ પાયો,
જન્મ જરા ભય ભીતિ ભગીરી, કામ શકલ દે ચિંતામણી લે,
કુમતા કુટિલ કુ સહજ ઠગીરી...સોહ” કવિ કહે છે કે શુભ જ્યોતિ જાગૃત થયા પછી તેનાં હૃદયનાં દ્વાર ઉઘડી જાય છે અને જીવ પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે એટલે જન્મ, દયા, મરણનો ભય નાશ પામે છે. આ પ્રમાણે થવાથી કુટિલ અને ઠગારી કુમાતા પાસે કાચનો કકડો રહે છે અને શુદ્ધ થયેલ આત્મા ચિંતામણિ રૂપ શુદ્ધ સ્વરૂપને પામે છે અર્થાત્ પુદ્ગલિક આસક્તિરૂપ કાચના કકડાને તજી દઈને આત્મસ્વરૂપ જે ચિંતામણી તુલ્ય છે તેને પ્રાપ્ત કરે છે. - કવિએ ધ્યાનના આ પદની રચના સોરઠ રાગમાં પાંચ કડીમાં કરી છે. “આતમ ધ્યાન સમાન જગતમેં
સાધન ન વિ કોઉ આન.. જગતમેં રૂપાતીત ધ્યાન કે કારણ, રૂપાસ્થાદિક જાન
તાઠું મેં પિંડસ્થ ધ્યાન ફુન, ધ્યાતા કું પરધાન.” અધ્યાત્મયોગી કવિ ચિદાનંદજી પદની ૨જી અને ૩જી કડીમાં પિંડસ્થ ધ્યાન કઈ રીતે કરવું તે સમજાવે છે. તે પિંડસ્થ ધ્યાન કિમ કરિએ
તાકો એમ વિધાન; રેચક પૂરક, કુંભક, શાંતિક
કર સુખમને ઘર આન” (૨) જગતમેં
(૩૯) જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪