________________
“પ્રાન સમાન ઉદાન વ્યાન કું,
સમ્યક્ ગ્રહ હું અપાન;
સહુજ સુભાવ સુરંગ સભામે,
અનુભવ અનહુદ તાન. (૩) જગતમેં કવિ કહે છે કે પ્રથમ રેચક, પૂરક, કુંભક, અને શાંતિક કરીને. “આ શરીરમાં ૭૨૦૦૦ નાડીઓ રહી છે તેમાં મુખ્ય ૧૪ છે તેમાં પ્રધાન ૩ છે. તે છે ઈડા, પિંગલા અને સુષુમ્યા. ઈંડા નાડી મેરૂદંડની બહાર ડાબી તરફ તથા પિંગલા નાડી જમણી બાજુ લપટાયેલ છે સુષુમ્યા નાડી મેરૂદંડની અંદર કદના ભાગથી પ્રારંભ થઈ કપાળમાં રહેલ દશસહસ્ત્ર કમળદળ પર્યંત ચાલી જાય છે.
સુષુમ્જા શરીરની એક મહત્ત્વની નાડી છે. ચેતના, ઈંડા, અને પિંગલાનો માર્ગ છોડી સુષુમ્નાના માર્ગ પર ઘર બાંધી વાસ કરે તે યોગમાર્ગની વીધિ.
સર્વપ્રથમ પ્રાણવાયુને તાલુરંધ્રથી ખેંચી અંદર ભરવો. જેને પૂરક કહેવાય છે. પછી તેને નાભિના મધ્યભાગમાં રોકવો જેને કુંભક કહેવાય છે અને ભરેલા વાયુને અતિપ્રયાસથી ધીમેધીમે બહાર કાઢવો જેને રેચક કહેવાય છે. તાળવુ, નાસિકા તથા મુખેથી વાયુનો નિરોધ કરવો તે શાંતિક કહેવાય છે.
વાયુનાં ૫ પ્રકાર છે ઉશ્વાસ, નિશ્વાસાદિક ને પ્રાણાવાયુ, મૂત્રાદિક બહાર લાવનાર અપાનવાયુ, અનાજને પચાવી યોગ્ય સ્થાને પહોંચાડનાર સમાનવાયુ, રસાદિકને ઉંચે લઈ જનારને ઉદાનવાયુ અને આખા શરીરને વ્યાપીને રહે ને વ્યાનવાયુ.
સાધકો શુદ્ધ જગ્યા પર આસન કરી પ્રથમ વાયુનું રેચક કરવું. પછી ઈંડા નાડીથી પગના અંગૂઠાથી બ્રહ્મરંધ્ર સુધી પૂરક કરવું ને અંગૂઠા પર મનને રોકવું. પછી પગના તળિયાથી માંડીને મસ્તક સુધી એમ એક પછી એક સ્થાનમાં આગળ વધતા મનને છેલ્લે બ્રહ્મરંધ્રમાં લઈ જવું ત્યાર પછી તે જ ક્રમે પાછા ફરી પગના અંગુઠામાં મન જૈનસાહિત્ય ૪૦
જ્ઞાનધારા
જ્ઞાનસત્ર-૪