________________
ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાના હેતુથી બાર ભાવનાની યોજના શ્રી વીતરાગ દેવે બતાવી છે. ગ્રંથકર્તાએ અહીં “શ્રી શાંતસુધારસમાં શરૂઆતમાં કહેલ ૮ ગાથા (શ્લોકો) પ્રસ્તાવના જેવી છે, પ્રશસ્તિના ૭ શ્લોકો છે, સોળભાવનામાં અનુક્રમે ૩-૩-૫-૫-૫-૫-૫-૫-૭-૭-૭૭-૮-૭-૭ અને ૫ મળીને ૯૧ શ્લોક છે. પ્રૌઢ ભાષામાં છે. તેમાં મંદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડિત, સ્ત્રગ્ધરા, માલિની, શિખરણી વગેરે વૃતો બહુ આકર્ષક રીતે વાપર્યા છે.
જડજગત પ્રત્યેની આપણી આસક્તિ આપણને અશાંત બનાવે છે સતત બહિંભાવમાં આપણી ચેતના ખેંચાઈ રહી છે, જીવજગત પ્રત્યેની દુર્ભાવનાઓ આપણા ચિત્તને કલુષિત કરે છે તો જગતનો રાગ ટળી જાય, છૂટી જાય, જીવો પ્રત્યેનો દુર્ભાવનાઓ સમી જાય અને આપણું ચિત્ત શાંતિનો અનુભવ કરી શકે તેના ઉપાયરૂપે પૂ. વિનયવિજયજી મહારાજે જણાવ્યું છે કે ભવ્ય વિચારકો ! સુંદર મનોમંદિરના માલિકો ! આ ગ્રંથમાં કહેલી બાર ભાવનાઓ ધારણ કરો. એ ધારણ કરનાર અનંત સુખને પામે છે. એ “શ્રુત પાવના' દ્વારા ઘણા ભાવો પ્રાપ્ત થાય છે. અને મોક્ષ પ્રાપ્ત થાય છે. અનિત્યાદિ બાર ભાવનાની સાથે અદેખાઈ, ધૃણા, અહંકાર, ધિક્કાર વગેરે દુર્ભાવનાઓમાંથી મુક્ત થવા માટે મૈત્રી, પ્રમોદ, કરૂણા અને મધ્યસ્થ એમ કુલ ૧૬ ભાવનાઓનું વિવરણ ૧૬ પ્રકરણોમાં આ ગ્રંથમાં કરાયું છે. ૧ અનિત્ય ભાવના - આ ભાવનાનું ફળ સમજાવતાં ગ્રંથકાર કહે છે કે સંસારના સર્વ સુખો ક્ષાણિક છે. નાશવંત છે. જીવમાત્ર જે જન્મ લે છે તે અવશ્ય મરવાના છે. યુવાની જવાની છે, ઘડપણ સતાવાનું છે. શરીર પણ વિનાશ પામવાનું છે. શરીર, વૈભવ, કુટુંબ પરિવાર આદિ સર્વ વિનાશી છે આત્માની મૂળ ધર્મ અવિનાશી છે તેથી જે નાશવંત વસ્તુ છે, સંસારના વિષયોનો મોહ ત્યાગી જે શાશ્વત સુખ છે, આત્મિક સુખ છે તેને પ્રાપ્ત કરવું તે જ ઉત્તમ સુખ છે.
(૩૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
હળવારા