________________
– શ્રી જયશ્રીબેન દોશી (શ્રી જયશ્રીબેન દોશી (બી.એ. એમ.એ; ઈકોનોમિક્સ, બી.એ., અર્ધમાગધી) જેનધર્મના અભ્યાસી અધ્યાત્મ-લેખન-મનન અને સર્જનની પ્રવૃતિમાં રતા રહે છે.)
પરમજ્ઞાની પૂજ્ય મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે રચેલ “શાંત સુધારસ ગ્રંથની અહીં ઝાંખી કરાવવી છે. એક અદ્ભુત, ચિંતનસભર, એક સુમધુર કાવ્યકૃતિ છે. તેમ એ ૧૬ ભાવનાઓનો મહિમા વર્ણવતું મહાગીત પણ છે. આ કાવ્યગ્રંથમાં શાંતરસ ગેયરૂપે છલોછલ ભરેલો છે. પ્રત્યેક ભાવના સાથે સંસ્કૃત ભાષામાં સુંદર રીતે ગાઈ શકાય તેવું એક એક અષ્ટક આપ્યું છે. દરેક અષ્ટક પ્રચલિત દેશીઓમાં ગાઈ શકાય છે. તે ઉપરાંત અસલ રાગ અથવા રાગિણીમાં પણ ગાઈ શકાય છે.
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ત્યાગના વિષયને પોતાના પાંડિત્યને યોગે ખૂબ ઝળકાવી શક્યા છે. તેમાં શૃંગારને ત્યજવાની વાત છે. ત્યાગની બાબત વિષમ હોવા છતાં ગ્રંથકર્તા દ્વારા ગેયભાષામાં સુંદર શબ્દરચનામાં રચી શકાયો છે તે ખરેખર અભુત છે.
આ ગ્રંથમાં પૂર્વપરિચય અને પ્રશસ્તિના મળીને ૧૦૬ શ્લોક છે જ્યારે સોળ ભાવનાના અષ્ટકના ૧૨૮ શ્લોક છે. આખો ગ્રંથ ૨૩૪ શ્લોકનો છે. ભગવાન મહાવીરસ્વામિની જ્ઞાનદૃષ્ટિ આ ગ્રંથનું મૂળકેન્દ્ર બિંદુ છે. જ્ઞાનાધારા
(૨૯) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪