________________
ગ્રંથકર્તા જણાવે છે : હે મૂઢ ચેતન ! તારા પરિવારનો અને તારી દોલત, શેઠાઈ આદિ વૈભવનો વારંવાર વિચાર કરીને તું ફોગટ મુંઝાયા કરે છે અરે વિનય ! (પોતાની જાતને સંબોધતા કહે છે.) પવનથી ફડફડાટ હાલતા દર્ભની અણી પર રહેલા પાણીના ટીપાં જેવા (અસ્થિર) તારા જીવતરને તું અસાર જાણ. ઈન્દ્રીય સુખની, વિષયસુખની દોસ્તી હાથતાળી દઈને નાસી જાય તેવી છે. સંસારના સ્વરૂપો ઝબકારા મારતાં વીજળીના ચમકારા સમાન છે જોબન કૂતરાની પૂંછડી જેવું અને જોતજોતામાં ખલાસ થઈ જાય તેવું છે. ઘડપણ ત્રણ ભુવનમાં ન જીતી શકાય તેવું છે છતાં તે તેના વિકારોને છોડતું નથી. અનુત્તર વિમાનમાં વસનારા દેવનું સુખ સર્વોત્કૃષ્ટ હોવા છતાં આયુપૂર્ણ થતાં વિરામ પામે છે તેથી તું ખૂબ વિચારીને જો કે આ સંસારમાં કઈ વસ્તુ વધારે સ્થિર છે અથવા હોઈ શકે ? જેની સાથે આપણે રમ્યા, ખેલ્યાં, વિનોદ-વાર્તાઓ કરી. સેવા-પૂજાઓ કરી તેવી વ્યક્તિઓને રાખમાં રગદોળાતા આપણે નથી જોયા ? અને છતાં આપણને કશું જ થવાનું નથી એમ માનીને 'ઉભા રહીએ છીએ આવા પ્રમાદને ધિક્કાર છે ! આથી આત્માનું ચિદાનંદમયરૂપ જોઈને તું એકલા નિત્ય સુખનો અનુભવ કર.
૨. અશરણ ભાવના - જેવી રીતે મોટું માછલું નાના માછલાંને પકડી લે છે તેવી રીતે મોટા મહારાજાધિરાજ જે પોતાના અસાધારણ બળથી છ ખંડ પૃથ્વીને જીતીને સ્વર્ગના આનંદનો ઉપભોગ કરનાર હોય છે તેવાઓને પણ જ્યારે મહાદૂર જમરાજા પોતાના દાંતથી દળી નાખે છે ત્યારે તેઓ પણ લાચાર બની જાય છે અને કોઈનો આશરો મેળવી શકતા નથી. મૃત્યુને કોઈપણ અટકાવી શકતું નથી. દોડાદોડ કરીને પર્વતના શિખર પર ચઢી જાય કે પછી વિદ્યા, મંત્ર કે પછી બળબુદ્ધિ દ્વારા શક્તિનો વિકાસ થઈ શકે તેવા રસાયણોનું સેવન કરે તે પણ ઘડપણથી જીર્ણ થઈ જાય છે. મનુષ્યનું શરીર જ્યારે જોશથી આગળ વધતા આકરાં વ્યાધિઓવાળું થાય છે. ત્યારે
જ્ઞાનધારા.
(૩૧)
જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૪