________________
*
*
*
સોનાની લાહ્ય મહી શાંતિના શ્વાસ બધા
ગીરવે મુકાય એનું કાંઈ નહીં ? ખૂબ ખૂબસૂરત આ અણમોલી જિંદગી,
વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં ! વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના
ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં ? -પૂ. મુનિચંદ્રજી મહારાજ (બંધુત્રિપુટી)
“કવિ આનંદ' કવિતાને ઈશ્વરનું ફાર્મ હાઉસ કહેનારા કવિએ આ કાવ્યમાં પ્રશ્ન કર્યો કે મોંઘેરા મનુષ્ય જીવનની ખરી કિંમત આપણે સૌ સમજ્યા છીએ ખરા? જો સમજ્યા હોઈએ તો તેની પળેપળ વહી જતી ક્ષણોનો - સમયનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તેનો ક્યારેય શાંતિથી વિચાર કર્યો છે ખરો ? સાવ સામાન્ય બુદ્ધિ ધરાવતા મનુષ્યથી લઈને પ્રખર જ્ઞાની-પંડિત-મુનિ સૌ કોઈ આ ખૂબ ખૂબસુરત વહી જતી અણમોલ જિંદગી વિશે કેટલા સભાન છે ? જન્મ, બાળપણ, કિશોરવય જિંદગી વિશે કેટલા સભાન છે ? જન્મ, બાળપણ, કિશોરવય-યુવાની, ગૃહસ્થી, પ્રૌઢવય વગેરે એક પછી એક પડાવ ઓળંગતા ઓળંગતા જીવનના ૫૦-૫૦, ૬૦-૬૦, ૭૦-૭૦ વર્ષો પસાર થઈ જાય અને છતાંય એ ન સમજાય કે ઈશ્વરે આપણને આ દુનિયામાં શું કામે મોકલ્યા હતા ? કેટલી મોટી કરૂણતા?
કવિ વારંવાર કહે છે કે ખૂબ ખૂબસુરત રીતે માણવા જેવી અણમોલ જિંદગી આપણને મળી છે. અચાનક કઈ ઘડીએ તેનો અંત આવી જશે તે કોઈપણ જાણતુ નથી. એકવાર ગયેલો સમય, અરે એક પણ વિતેલી પળ ફરીવાર આવતી નથી. માટે હે જીવ, હવે જરા થોભ, કંઈક વિચાર કર. તારા જીવનની સંધ્યા ઢળવા આવી છે. અને હજી તારા જીવનસંગીત વાગવાની શરૂઆત પણ થઈ નથી.
(૨૨) નાસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞનારા