________________
ગઈ ગુજરી, ગયેલો સમય હવે ભુલી જા. જે કંઈ શેષ જીવન હજી હાથમાં રહ્યુ છે ત્યાં સુધી તારા જીવનબાગમાં જે કંઈ તે વાવ્યુ છે, ઉગ્યું છે તેને લણી લે.
પુજ્ય ગાંધીજી કહેતા કે સમય નિર્દય દુશ્મન છે, ને પ્રેમાળ મિત્ર પણ છે. એના નિયંત્રણમાં રહીશું તો તે આપણને હણી નાખશે પણ એ આપણા કાબૂમાં હશે તો આપણે તેને લણી નાખીશું. આ જાય સમય, ઓ જાય સમય,
ના પલભર એ રોકાય સમય.
પકડું પકડું થાય મને ને હાથતાળી થૈ જાય સમય.
આમ માયાના ખેલમાં રાચતા એવા આપણા હાથમાંથી જે સમય સરી જાય તેનો પળેપળનો સદુપયોગ કરી લેવો અને જીવનવિકાસ, આત્મવિકાસ એવો સાધી લેવો કે જેથી વીતેલા સમયનો આપણને રંજ ન થાય. જીવનના વર્ષો પર વર્ષો વિતતા જાય અને આપણો આત્મા ગુણવિકાસ પામતો જાય. જીવન મધુરૂં મધુરૂં, ભર્યું ભર્યું, પ્રસન્નતાભર્યુ વિતે તેવું આયોજન દરેક જીવે પોતાના હાથમાં રહેલા હવે પછીના જીવન માટે કરી લેવું જોઈએ.
જ્ઞાનધારા
૨૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪