________________
સંસારના પામર સુખને ત્યજવાનું મીરાં અને આનંદધન બંને કહે છે. મીરાં એ સંસારસુખને ‘ઝાંઝવાનાં નીર' જેવું તુચ્છ અને પરણીને રંડાવું પાછું' હોવાથી એને કાચું સુખ ગણે છે. આવા સંસારના કેટલાય કટુ અનુભવો મીરાંને એના જીવનમાં થયા છે. સંસારનો કાચો રંગ તો ઊડી જ જવાનો. કવિ આનંદધન પણ મમતાની સોબતમાં પડેલા માનવીને જાગવા કહે છે. શુદ્ધ ચેતના પોતના પતિ ચેતનને સંસારના મોહમાંથી જગાડવા માટે અનુભવમિત્રને વિનંતી કરે છે. જે માનવી સંસારના મોહમાં ફસાયેલો છે, એ તો આનંદધનના કહેવા પ્રમાણે અજાગલ સ્તનમાંથી દૂધ મેળવવાની વ્યર્થ આશો ફાંફા મારતો જ કહેવાય
“અનુભવ નાથકું ક્યું ન જગાવે,
મમતા સંગ સોપાય અજાગલ, થન તેં દૂધ કહાવે.” (‘આનંદધનનાં પદો', ભાગ ૧, પૃ. ૧૭૬) સંસારના સ્વપ્રવત્ સુખમાં રાચતા માનવીને આનંદધન હીરાને છોડી દઈને માયારૂપ કાંકરા પર મોહ પામતો બતાવે છે. એની દશા ભારે બૂરી થાય છે. જેમ નરપશુ એકાએક હુમલો કરીને બકરીને મારી નાખે છે, એવી રીતે આવા માનવીને કાળ ગ્રસી જાય છે. કવિ કહે છે :
“સુપનકો રાજ સાચ કરી માચત, રાહત છાય ગગન બદરીરી, આઈ અચાનક કાલ તોપચી, ગહેગો જ્યું નાહર બકરીરી.”
‘સંસારીના સુખ'ને ત્યજનારી મીરાંને સંસાર તરફથી કેટલી કેટલી આફતોનો સામનો કરવો પડ્યો હતો ! સાસરવાસ અને મહિયર ત્યજીને એણે કાશી, વૃંદાવન સેવ્યાં અને છેવટે દ્વરાકમાં વાસ કર્યો. જગત અને ભગત વચ્ચે આ સનાતન ધ્રૂ ખેલાતું આવ્યું છે. આથી જ મીરાં કહે છે કે જેને ઘેર સંત પરોણો ના'વે, તેના ઘેર શા માટે જવું ? પોતાની સાંસારિક સ્થિતિને વ્યક્ત કરતાં મીરાં
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા
૧૫