________________
ગાઈ ઊઠે છે : “સાસરો મારો અગ્નિનો ભડકો, સાસુ સદાની શૂળી રે, એની પ્રત્યે મારું કાંઈ ના ચાલે રે, એને આંગણિયે નાખું પૂળી રે.”
(“મીરાંનાં પદો', સંપાદક : ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પૃ. ૧૬૪-૧૬૫)
સાસુ, સસરો, જેઠાણી, દેરાણી, નણંદ અને પડોશણ એ બધાં મીરાંને પરેશાન કરે છે, પરંતુ મીરાં તો આ બધાંથી બેપરવા બનીને પોતાની મસ્તીમાં જ આંગણામાં “થે, “થે નાચે છે. કવિ આનંદધન પણ સાંસારિક સંબંધોને આ રીતે આલેખે છે. તેઓ કહે છે કે ચેતન જે નારીના મોહમાં અંધ બન્યો છે અને ક્રોધ અને માન નામના બે દીકરા થયા છે, જેને લોકો તમાચા મારે છે. એને લોભ નામનો જમાઈ છે અને માયા નામની દીકરી છે, અને એવો એનો પરિવાર વધતો જાય છે :
“ક્રોધ, માન બેટા ભયે હો, દેત ચપેટા લોક; લોભ જમાઈ માયા સુતા. હો, એહ વહ્યો પરિમોહ.”
(“આનંદધનનાં પદો, ભાગ ૨, પૃ. ૩૦૧). કવિ આનંદધન એ જ રીતે કહે છે કે માતા-પિતા, સગાંસંબંધી અને નાતીલાંની વાત તો સાવ વાહિયાત લાગે છે. જેણે એક વખત સત્સંગનો રસ ચાખ્યો અને બીજા કોઈ રસનો સ્વાદ લાગતો નથી. સંસારનાં સગાંઓ આ રસને સમજી શકતાં નથી અને એથી જ એની નિંદા કરે છે. કવિ કહે છે :
“માત તાત સજન જાત, વાત કરત હૈ મોરી, ચાખે રસકી કર્યું કરી છૂટે ? સુરિજન સુરિજન ટોરી હો.” એથી ય વધુ મસ્તીમાં આવી આનંદધન બોલી ઊઠે છે : “ભ્રાત ન માત ન તાત ગાત ન, જાત ન વાત લાગત ગોરી; મેરે સબ દિન દરસન ફરસન, તાન સુધારસ પાન પગોરી.”
“મારે કોઈ ભાઈ નથી, માતા નથી, પિતા નથી, સગાં કે સંબંધી નથી. તેઓની વાત મને ગોઠતી નથી. મારે તો સઘળાં
જ્ઞાનધારા
(૧૬)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪