________________
આનંદધન કહે છે કે અહીં તો અહર્નિશ અંતરમાં વેદનાની હોળી સળગ્યા કરે છે અને આ શરીરને તો રાખ કરીને ઉડાડે છે ! વિદારક વેદનાને આલેખવા માટે કવિ આનંદધને આ પંક્તિઓમાં કેવી સુંદર કલ્પના કરીને વિરહને મૂર્તિમંત રૂપ આપ્યું છે !
“ફાગુણ આચર એક નિસા, હોરી સીરગાની હો; મેરે મન સબ દિન જરે, તને ખાખ ઉડાની હો.” (“આનંદધનનાં પદો' ભાગ ૧, પૃ. ૪૪૦)
આ વિરહ એ સમુતિનો વિરહ છે. પોતાના ચેતનજી માટે એ તલસે છે. સુમતિ પોતાના અનુભવમિત્રને આ વિરહની વેદના કહે છે. ચાતક જેમ પીઉં પીઉં કરે, તેમ એ પતિની રટણા કરે છે. એનો જીવ પતિના પ્રેમરસને પીવા તરસ્યો છે. મન અને તન પતિની રાહમાં અસ્વસ્થ બન્યાં છે અને આ વિરહદશાને આનંદધન અનુપમ કલ્પનાલીલાથી આલેખતાં કહે છે :
નિસિ અંધિઆરી મોહી હસે રે, તારે દાંત દિખાઈ,
ભાદુ કાદુ મેં કિયો પ્યારે, અસુઅન ધાર વહાઈ.” - અંધારી રાત, તારારૂપી દાંત દેખાડીને મારી સામે હસે છે. રાત્રી નિંદ ક્યાંથી હોય ? આ વિજોગણ તો આંસુ સારે છે અને એણે એટલાં આંસુ સાર્યા કે ભાદરવો મહિનો કાદવવાળો બની ગયો! મીરાંએ “વિરહકી ફાંસડીયાની વાત કરી છે, તો આનંદધન પણ સુમતિના વિરહની વ્યથા આલેખતાં કહે છે :
“વિરહવ્યથા કછું ઐસી વ્યાપતી, માનું કોઈ મારતી બેજા, અંતક અંત કહાલું લેગો પ્યારે, માહે જીવ તું લેજા.”
વિરહની પીડા તો એવી વ્યાપે છે કે જાણે કોઈ હૃદયને તીક્ષ્ણ તીરથી વધતું ન હોય ! ઓ અલ્યા વિરહ, તું ક્યાં સુધી આવી પીડા આપીશ ? તારી મરજી હોય તો આ જીવ લઈને જા ને. વિરહની પીડાનો કેવો તરફડાટ કવિએ શબ્દોમાં અંકિત કર્યો છે ! આનંદધનનાં પદો વાંચતાં જ દરદ દવાની' મીરાંની યાદ મનમાં ઊપસી આવે છે.
જ્ઞાનધારા
(૧૪)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪