________________
મૃગાવતીશ્રીજીએ એક સાધ્વી મહારાજ હોવા છતાં પોતાના ૬૧ વર્ષના જીવનકાળ દરમ્યાન મોટાં મોટાં કાર્યો કર્યા હતાં. શુદ્ધ ચારિત્રપાલન, અનન્ય પ્રભુભક્તિ, દઢ આત્મવિશ્વાસ અને પરમ ગુરુભક્તિ ઉપરાંત વ્યવહારિક અને આધ્યાત્મિક સદ્ગણોનો સમન્વય એમનામાં હતો.
જ્ઞાનસંપન્નતા : મૃગાવતીજીના ગુરુણી પૂજ્ય શીલવતીજી વિનમ્ર અને વાત્સલ્યની મૂર્તિ હતા. પોતાના પુત્રી સાધ્વી-શિષ્યા મૃગાવતીજીને જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં સજ્જ કરી, આત્મસાધનાના ઉજ્જવળ પંથ તરફ દોરી જવાની તેમની ભાવના હતી. મૃગાવતીની તેજસ્વીતા અને બુદ્ધિગ્રાહયાત જોઈને એમના જેવા સાધ્વીજીને માટે જ્ઞાનસંપન્ન કરવાની વ્યવસ્થા કરવાનું પૂજ્ય વલ્લભસૂરિજી, પૂજ્ય સમુદ્રસૂરિજી અને પૂજ્ય શીલવતીશ્રીજી અને સંઘના શ્રેષ્ઠીઓએ વિચાર્યું અને તે માટે તેમને માટે અમદાવાદમાં વ્યવસ્થા કરવામાં આવી. અમદાવાદમાં ત્રણ વર્ષના સમયગાળામાં મૃગાવતીશ્રીજીએ વિવિધ પંડિતોની પાસે ભાષા, વ્યાકરણ, કોશ, આગમગ્રંથો અને પૂર્વાચાર્યોના અન્ય મહાનગ્રંથોનું અધ્યયન કર્યું. પરિણામે મૃગાવતીજીની વિદ્યાપ્રતિભા વિશેષરૂપ ખીલી ઊઠી.
આગમજ્ઞાન : મૃગાવતીજીને માત્ર ૪૫ આગમોનું જ્ઞાન જ ન હતું પરંતુ ૪૫ આગમોના પોતે આકારરૂપ હતા.
વ્યાખ્યાતા : મહત્તરા મૃગાવતીજીને પૂજ્ય વલ્લભસૂરિજીએ વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. તેથી તેમની વ્યાખ્યાનશક્તિ સોળે કળાએ ખીલી ઉઠી. મૃગાવતીજીએ વ્યાખ્યાન આપવા માટે ગુજરાતી અને હિન્દી એમ બન્ને ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. તેમની શાસ્ત્રઅંગ હૃદયના ઊંડાણમાંથી નીકળતી વાણીએ શ્રોતાઓના મન પર ઊંડી અસર પાડી હતી.
વિહાર : મૃગાવતીશ્રીજીએ લગભગ ૬૦ હજાર માઈલ જેટલો વિહાર ભારતના વિવિધ પ્રદેશોમાં કર્યો હતો. તેમાં ખાસ કરીને
૨૦૧ જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા