________________
પોતાની શિષ્યાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશમાં વિહાર કરીને ધર્મની પ્રભાવના કરી હતી. તેમણે સંવત ૨૦૦૯માં કલકત્તા શાંતિનિકેતનમાં સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. સંવત ૨૦૧૦માં પાવાપૂરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલી શિબિરમાં તેમણે ભાગ લીધો હતો. સંવત ૨૦૧૬માં લુધિયાણામાં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું ૨૧મું અધિવેશન યોજાયું હતું તેમાં મૃગાવતીજીના વ્યાખ્યાનોથી પ્રેરાઈને “વિજય વલ્લભ સ્કૂલ" માટે અનેક બેનોએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યા હતા. આશરે ૩૦૦૦ વિદ્યાર્થીઓની લુધિયાણાની આ શાળા મૃગાવતીજીની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી વિવિધ સ્મારકોના નિર્માણ થયાં છે. અંબાલામાં ‘વલ્લભવિહાર’, જરિયા, લહેરા વગેરે સ્થળોએ જિનાલય, ઉપાશ્રય, ગુરુમંદિર, કીર્તિસ્તંભ, હૉસ્પિટલ, હાઈસ્કૂલો વગેરે. તે ઉપરાંત ‘ભોગીલાલ લહેરચંદ જૈન એકેડેમી ઑફ ઇન્ડોલૉજીકલ સ્ટડીઝ'ની સ્થાપના પણ તેમની પ્રેરણાનું પરિણત ફળ છે.
ઉદારદૃષ્ટા : આધ્યાત્મિક માર્ગના યાત્રીઓ ભેદ પ્રભેદથી અલિપ્ત રહે છે. મૃગાવતીજી સૌરાષ્ટ્રના વતની હતા. પૂજ્ય આત્મારામજી મહારાજ પંજાબના વતની હતી. પણ જ્યારે તેઓ ગુજરાતમાં વિચર્યા ત્યારે ગુજરાતના થઈ ગયા. પૂજ્યવલ્લભસૂરિ વડોદરાના હતા છતાં તેઓની આત્મીયતા પંજાબીઓ સાથે વધારે હતી અને પોતાના ગુરુવર્યોની જેમ મૃગાવતીજીએ પંજાબ અને દિલ્હીને પોતાના બનાવી દીધા હતા. પોતાની ચારેય શિષ્ય સુજયેષ્ઠા, સુવ્રતા, સુયશા અને સુપ્રજ્ઞા જુદા જુદા પ્રદેશના હતા. ભાષા-પ્રદેશના બધાં જ ભેદો તેમનામાં એકરૂપ થઈ ગયા હતા.
મૃગાવતીશ્રીજી સાંપ્રદાયિક સંકુચિતતાથી પર હતા. તેઓ પૂજ્ય આત્મારામજી તથા વિજય વલ્લભસૂરિ સંપ્રદાયના હતા પરંતુ દક્ષિણ ભારતના તેમના વિહાર દરમ્યાન તેઓ દિગમ્બર તીર્થ મૂળબદ્રિની ૨૦૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા
-