________________
- ડો. કલાબેન શાહ (ડો. કલાબહેન મુંબઈ યુનિવર્સિટીના જેનધર્મ અને ફીલોસોફી વિભાગ માટે નિયુક્ત ગાઈડ છે તેમના ધર્મ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ વિષચક ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે. જેન ધર્મ વિષયક લેખો લખે છે.)
મહિમામયી, મમતામયી, મૈત્રીમયી, સમતામયી, ક્ષમતામયી, મહત્તરા મૃગાવતી એટલે નારી જાતિનું ગૌરવ. શ્રમણ સંસ્કૃતિના અમર ગાયિકા મહતરા મહા સાધ્વી મૃગાવતી મહારાજ ભગવાન મહાવીરની પરંપરામાં યશસ્વી સાધ્વી થઈ ગયા છે. વલ્લભસ્મારકના રૂપમાં જે પુણ્યતીર્થ એમણે સમાજને આપેલ છે તે યુગો સુધી એમની દૂરદર્શિતાની પ્રતીતિ કરાવે છે. તેઓ મૂર્તિપૂજક સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતાં પરંતુ એમના કાર્યો, અમનો ઉપદેશ અને એમનો વ્યવહાર સર્વને માટે હતા.
મૃગાવતીજી પૂર્ણરૂપે જૈનધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનને સમર્પિત હતા. પ્રભુ મહાવીરની પ્રથમ સાધ્વી સંઘની નાયિકા સંદનબાલાની શિષ્યા સાધ્વી મૃગાવતી હતા. એ આદર્શ અને આરાધનાને સાર્થક કરનાર મહારાજી મૃગાવતીજીનું વ્યક્તિત્વ એક ઐતિહાસિક ક્રાન્તિદર્શી અને સુવર્ણસંપન્ન વ્યક્તિત્વ હતું. એમની સિદ્ધિઓ સમાજના માનસમાં એક કીર્તિમંદિરના રૂપમાં ચિરસ્થાયી થઈ ગઈ છે.
જ્ઞાનધારા
(૨૦
જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૪