________________
છે. તેમાં ૧૧, ૧૨મા ગુણ છદ્મસ્થ અવસ્થા હોય છે અને ૧૩, ૧૪માં ગુણ વીતરાગ અવસ્થા હોય છે. સંપૂર્ણ રૂપે સ્વરૂપ રમણતા અહીં પ્રાપ્ત થાય છે. તે જ નિશ્ચયચારિત્ર છે. પૂર્વેના ચાર પૂર્ણતાની પ્રાપ્તિ માટેનો અભ્યાસ છે.
એક દૃષ્ટિએ પાંચ ચારિત્ર સામાયિક રૂપ-સમભાવરૂપ છે. તેમ છતાં કંઈક ક્રિયાની તરતમતા અને કષાયની તરતમતાના આધારે તેના પાંચ ભેદ કરેલા. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રપણા વિભાવનાનીજ પ્રસ્થાપના કરતા જણાયા છે. આ રીતે
જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયની પૂર્ણતા એટલે જીવને પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થઈ ગણાય. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ તેહ મારગ જિનનો પામિયા રે, કિવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ
મૂળ માર્ગમાં શ્રીમદ્ રાજચંદ્ર રત્નત્રયની અભેદતાને જ જિનસ્વરૂપની પ્રાપ્તિ કહી છે. “આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ કેવળજ્ઞાનનું સ્વરૂપે પ્રગટ કરતા તેમણે ગાયું છે કે
કેવળ નિજ સ્વભાવનું અખંડ વ શાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિવણ.” (આત્મસિદ્ધિ શાસ્ત્ર)
આત્મસ્વરૂપનું અખંડજ્ઞાન તે જ કેવળજ્ઞાન. આ સ્થિતિએ જ આત્મનું પૂર્ણતા સાથે અનુસંધાન થાય. પરભાવનો, મલિન ચિત્તવૃત્તિનો સંપૂર્ણપણે નિરોધ થાય અને આત્મા પરમયોગને પ્રાપ્ત કરે છે.
યોગનો અભ્યાસ જીવન જીવવાની કળા છે. જૈન આગમમાંથી ભારે અર્થપૂર્ણ એવું યોગનું સ્વરૂપ તથા એના ભેદ-પ્રભેદનો પરિચય પ્રાપ્ત થાય છે. યોગના અને એના ભેદ-પ્રભેદ દ્વારા સમજાય છે કે, જીવનના આચાર-વિચાર સંસ્કારિત બને. આહાર-વિહાર-વિહાર સંયમિત બને છે. વૃત્તિ અંતરમુખી બને. તેથી પશ્ચિમના દેશોમાં ભૌતિક સંપત્તિ ભરપૂર માત્રામાં હોવા છતાં શાંતિ પ્રાપ્ત કરવા યોગ તરફ વળી રહ્યા છે. આપણે આ પ્રાચીન વિચારધારાના શાશ્વત રૂપને અનુસરીએ.
જ્ઞાનધારા
(૧૯૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪