________________
છે તે પરિહારવિશુદ્ધ ચારિત્ર છે. તેમાં ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા નવ સાધુઓની એક ટોળી એક સાથે આ પ્રકારના અનુષ્ઠાન માટે સાથે નીકળે છે. તેમાંથી ચાર સાધુ તપસ્યા કરે; ચાર સાધુ તેની સેવા કરે અને એક વાચનાચાર્ય હોય. તપશ્ચર્યામાં ઉનાળામાં એક ઉપવાસ, શિયાળામાં બે ઉપવાસ અને ચોમાસામાં ત્રણ ઉપવાસ ને પારણે ત્રણ ઉપવાસ કરે. પારણામાં આયંબિલ કરે. આ રીતે છે મહિના સુધી આરાધના કરે. ત્યારપછી છ મહિના સેવા કરનાર સાધુઓ તપશ્ચર્યા કરે. તપશ્ચર્યા કરનાર સેવા કરે અને છેલ્લે છે મહિના વાંચનાકાર્ય તપશ્ચર્યા કરે. સેવા કરનાર અને વાચનાચાર્ય પ્રતિદિન આયંબિલ કરે. આ રીતે ૧૮ મહિનાનો કલ્પ પૂર્ણ કરે છે. પછી ફરી પોતાના કલ્પમાં આવી જાય અથવા જનકલ્પ અંગીકાર કરે છે. આ પ્રકારનું ચારિત્ર તીર્થકરના શિષ્યો અને તેના શિષ્યો તેમ બે પેઢી સુધીના સાધુઓ જ ગ્રહણ કરે છે.
(૪) સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિ : જે ચારિત્રમાં કષાયની માત્ર સૂથમ જ શેષ રહી છે. અર્થાત્ મોહનીય કર્મની બધી જ પ્રકૃતિનો નાશ થાય અને સજવલનનો લોભ એક જ શેષ રહે તે સૂમસંપરાય ચારિત્ર છે. તેના પણ સંપરાય સંકિલશ્યમાન અને વર્ધમાન બે ભેદ છે.
સૂણમ સંપરાય ચારિત્ર દશમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. જ્યારે નવમા ગુણસ્થાન ઉપર ચઢતાં દશમું ગુણ આવે ત્યારે તે જીવના પરિણામ વર્ધમાન છે અને અગિયારમાં ગુણથી પડતાં જીવને દશમું ગુણ આવે ત્યારે તેના પરિણામ સંક્ષિશ્યમાન હોય છે. આના આધારે સૂક્ષ્મસંપરાય ચારિત્રના બે ભેદ છે. આ ચારિત્ર વીતરાગદશાની યથાખ્યાત ચારિત્રની એકદમ નિકટની અવસ્થા છે.
(૫) યથાખ્યાત ચાસ્ત્રિ ? અવસાયમહવે કષાય રહિતનું ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર છે. તેના બે ભેદ છે - છઘસ્ય અને કેવળી. ૧૧, ૧૨, ૧૩, ૧૪મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર હોય
૧૯૮) જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SIનધારા