________________
ચારિત્ર છે. અને ત્રણે તત્ત્વની પૂર્ણતા તે જ જીવની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા. પરમોત્કૃષ્ટ સ્થિતિ છે.
‘ઠાણાંગ સૂત્ર’ અને ‘પ્રજ્ઞાપના સૂત્ર'માં અને ‘કર્મગ્રંથ’માં પણ આ પાંચ ચારિત્રનો ઉલ્લેખ છે.
(૧) સામાયિક ચારિત્ર ઃ સમભાવયુક્ત ચારિત્ર તે સામાયિક ચારિત્ર. તેના બે ભેદ-ઈત્વરિક અને યાવત્કથિત.
ઈત્પરિક
અલ્પ સમય માટે જે સામાયિક વ્રતનું ગ્રહણ થાય
યાવત્કથિત
તે ઈત્વરિક સામાયિક ચારિત્ર કહે છે. તે શ્રાવકોને હોય છે. યાવજ્જીવન પર્યંત જે સામાયિક વ્રતનું ગ્રહણ કરે છે તે યાવત્કથિત સામાયિક ચારિત્ર છે. તે સાધુઓને હોય છે. (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર : ગ્રહણ કરેલ ચારિત્રમાં કોઈ પણ પ્રકારે દોષ લાગે તો તેના પ્રાયશ્ચિત્ત પછી તેની શુદ્ધિ માટે ફરીવાર જે ચારિત્રનું આરોપણ થાય તે છેદોપસ્થાપનીય ચારિત્ર છે. તેના બે ભેદ છે સાતિચાર અને નિરતિચાર.
-
-
-
-
સાતિચાર મહાવ્રતમાં દોષ લાગે ત્યારે પર્વની ચારિત્ર પર્યાયનો છેદ કરી પુનઃ ચારિત્ર ગ્રહણ કરાય તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે. અને
નિરતિચાર : કોઈપણ પ્રકારના દોષ ન હોવા છતાં એક તીર્થંકરના શાસનના સાધુઓ જ્યારે બિનતીર્થંકરનું શાસન પ્રવર્તમાન થાય ત્યારે બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે છે તે સમયે તેને ફરીવાર ચારિત્રનું આરોપણ કરાય તે નિરતિચાર ચારિત્ર છે.
તે ઉપરાંત પ્રભુ મહાવીરના શાસનમાં સાધક જ્યારે સંયમ અંગીકાર કરે ત્યારે તેને સામાયિક ચારિત્ર ગ્રહણ કરાવે અને ત્યારપછી જઘન્ય સાત દિવસ અને ઉત્કૃષ્ટ છ મહિને જે વડીદીક્ષા અપાય છે તે પણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે.
:
(૩) પરિહારવિશુદ્ધ ચારિત્ર કર્મનો (પરિહાર) ક્ષય કરવા માટે વિશેષ પ્રકારના અભિગ્રહ સહિત તપનું અનુષ્ઠાન જેમાં થાય ૧૯૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા