________________
ચારિત્ર છે. તે મોક્ષનું કારણ છે. તે સિવાય બીજું ચારિત્ર નથી. આત્મદર્શન અને આત્મજ્ઞાન પછીની જે ક્રિયા થાય તેને સમ્યગુચારિત્ર કહે છે તે જ મોક્ષનું અંગ બની શકે છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં ચારિત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે કેचयरित्तकरं चारित्तं होइ आहियं ।। સંચિત કરેલા કર્મોનો ક્ષય કરે તે ચારિત્ર.
સમ્યગુદર્શનથી આત્માની અનુભૂતિ કરે અને તે જ અનુભૂતિમાં સ્થિર થવાનો પ્રયત્ન કરી તેમાં જ સ્થિર બની જાય અને જે આત્મરમણતા થાય તે નિશ્ચયથી ચારિત્ર છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્જીએ કહ્યું છે--
વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદ વાસ..૧૪૨
મૂળમારગમાં પણ આ રીતે કહ્યું છેએવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...૮ (મૂળમારગ)
તત્ત્વજ્ઞાન તરંગિણીમાં નિશ્ચય ચારિત્રનું સ્વરૂપ પ્રગટ કરતા કહ્યું
शुद्धे स्वे वित्स्वरूपे या स्थितिरत्यन्तनिश्चला ।। તથાત્રિ પર વિદ્ધિ નિશ્ચયાત્ વર્ષનાશકૃત ૨૮ાા (અધ્યાય-૧૨) यदि चिद्रुपे शुद्धे स्थितिर्निजे भवति दृष्टिबोधबलात् । પદ્રવ્યામર શુદ્ધના શિનો વૃત્ત ૨ા (અધ્યાય-૧૨)
પોતાના શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં જે અત્યંત એકાગ્રપૂર્વક નિશ્ચલ સ્થિતિ તેને નિશ્ચયથી શ્રેષ્ઠ ચારિત્ર જાણો. તે જ સર્વકર્મનો નાશ કરનાર છે. સમ્યગુદર્શન અને સમ્યગુબોધના બળે જ્યારે નિજશુદ્ધ વિદ્રુપમાં સ્થિતિ થાય ત્યારે પરદ્રવ્યનું વિસ્મરણ થાય છે. તે જ શુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર છે. આમ, આત્મદર્શન, આત્મબોધ અને આત્મસ્થિરતા તે જ સમ્યગુદર્શન. સમ્યગુજ્ઞાન અને સમ્યગુ જ્ઞાનધારા.
૧૯૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪