________________
કર્મરૂપ કાર
જ્યારે અંતર્મુખી
છે, તે જ સમ
મને તો વાર્ષેધનદુતાશને ટા (તત્ત્વજ્ઞાન તરંગિણી, અધ્યાય-૧૨)
પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જે રુચિ થવી તેને આત્મજ્ઞાનીઓ નિશ્ચય સમ્યગુદર્શન કહે છે. આત્મરુચિરૂપ સમ્યગુદર્શન કર્મરૂપ કાષ્ટને બાળીને ભસ્મ કરવા અગ્નિ સમાન છે.
આમ, સાધક જ્યારે અંતર્મુખી બને છે. જડ અને ચેતનનો ભેદ કરીને ચેતનતત્ત્વ-સ્વતત્ત્વની અનુભૂતિ કરે છે, તે જ સમ્યગુદર્શન છે. સ્વાનુભૂતિ પ્રાપ્ત કર્યા પછી જડરાગ, વિષયોની વાસના, રાગ-દ્વેષરૂપ વિકારો સ્વતઃ નાશ થતા જાય છે. તેથી સમ્યગુદર્શનને મોક્ષનું આદ્ય સોપાન કહ્યું છે. જ્ઞાન અને ચારિત્રને સમ્યગું રૂપ આપનાર છે સમ્યગદર્શન. તેના અભાવમાં જ્ઞાન અને ચારિત્ર સમ્યગુ રૂપને ધારણ કરી શકતા નથી.
૩. સમ્યગ ચારિત્રયોગ : તત્ત્વપર શ્રદ્ધા અને તેના જ્ઞાન પછી તે પ્રમાણેનું આચરણ તે ચારિત્ર છે. શુદ્ધ આચરણ તે ચારિત્ર છે. બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે
असुहादो विणिवित्ति सुहे पवित्ती य जाण चारित्तं । वदसमिदिगुत्तिरुवं ववहारणयादुजिण भणियम् ॥
અશુભ ક્રિયાથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ તે વ્યવહાર ચારિત્ર છે. પંચમહાવ્રત પાંચ સમિતિ, ત્રણ ગુતિ આદિ અનેક પ્રકારે છે.
આ જ ભાવને તત્ત્વજ્ઞાન તરંગિણીમાં બતાવે છે-- निर्वृत्तियत्र सावद्यात् प्रवृत्तिः शुभकर्मसु । त्रयोदश प्रकारं तद्यारित्रं व्यवहारतः ॥१४॥
(તત્ત્વજ્ઞાન તરંગિણી, અધ્યાય-૧૨) અથવા મૂનોત્તર પુછાનાં યાન મુવારે મુને ! दश ज्ञानेन संयुक्तां तद्यारित्रं न चापरं ॥१५॥
(તત્ત્વજ્ઞાન તરંગિણી, અધ્યાય-૧૨) સમ્યગદર્શન અને જ્ઞાન સહિત જે મૂલોત્તર ગુણોનું પાલન તે જ્ઞાનધારા
(૧૯૫) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪