________________
પ્રવૃત્તિથી જ શારીરિક બિમારી દૂર થઈ શકે છે. તે જ રીતે આધ્યાત્મિક બિમારી દૂર કરવા માટે તીર્થંકરોએ સમ્યગ્દર્શન, સભ્યજ્ઞાન અને સમ્યરિત્ર આ ત્રણ ત્રિગુણાત્મક માર્ગની દેશના
કરેલી છે.
तिविहा बोधि पण्णत्ता तंजहा, काणबोधि, देसणबोधि વ્રુત્તિવોધિ । (ઠાણાંગ સૂત્ર ત્રીજું સ્થાન, સૂ. ૧૭૬)
આપણે જાણીએ છીએ બોધિ પણ ત્રણ પ્રકારની છે. જ્ઞાનબોધી, દર્શનબોધી અને ચરિત્રબોધી. કુંદકુંદાચાર્યે બોધિ શબ્દની અર્થપૂર્ણ પરિભાષા આપેલી છે. જે ઉપાયથી સાન ઉત્પન્ન થાય તે ઉપાય, તવિષયક ચિંતાને બોધિ કહે છે. (ષટ્કાભૂતાદિ સંગ્રહ, પૃ. ૪૪૦, દ્વાદશાનુપ્રેક્ષા) આ પરિભાષા અનુસાર જ્ઞાનપ્રાપ્તિના ઉપાયની ચિંતા તે જ્ઞાનબોધિ; દર્શનપ્રાપ્તિના ઉપાયની ચિંતા તે દર્શનબોધિ અને ચારિત્રપ્રાપ્તિની ચિંતા તે ચારિત્રબોધિ.
-
વોધિ શબ્દ સુધ ધાતુથી નિષ્પન્ન થયો છે. તેનો અર્થ છે જ્ઞાન યા વિવેક. ધર્મના સંદર્ભમાં તેનો અર્થ થાય છે આત્મબોધ અથવા મોક્ષમાર્ગનો બોધ. આત્માને જાણવો-પ્રમાણવો તે સમ્યજ્ઞાન. આત્માને જોવો અર્થાત્ અનુભવવો તે સમ્યગ્દર્શન અને આત્મામાં રમણ કરવું તે સમ્યક્ ચારિત્ર છે. એક જ શબ્દોમાં ત્રણેની સંજ્ઞા આત્મબોધ છે અને આ આત્મબોધ તે જ મોક્ષમાર્ગ છે. અહીં બોધિ શબ્દ આ જ અર્થમાં પ્રયુક્ત થયેલો જણાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં મોક્ષમાર્ગનું નિરૂપણ કરતા ૨૮મા અધ્યાયમાં
કહ્યું છે
नाणं च्च देसणं चेव चरितं च तवो तहा I एस मग्गुत्ति पन्नतो जिणेहिं वरदंसिहिं ॥
જ્ઞાનધારા
(૨૮મો અધ્યાય, ગાથા-૨)
ચાર મોક્ષના માર્ગ છે. તેથી ત્રણ કે ચાર ભેદમાં
૧૯૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
એ
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તપનો સમાવેશ ચારિત્રમાં થઈ શકે છે