________________
તાત્ત્વિક ભેદ દેખાતો નથી. તત્ત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજીએ પણ મોક્ષમાર્ગ વિશેની સમય પ્રગટ કરતા કહ્યું છે કે
સમ્યવર્ણનજ્ઞાનચારિત્રાળિમોક્ષમાŕ: । (અધ્યાય-૧, સૂ.-૧) આ ત્રિરત્નની આરાધના તે જ મોક્ષનો માર્ગ છે. કેટલાક વાદીઓ જ્ઞાનની મુક્તિ માને છે. કેટલાક કેવળ ક્રિયાથી મુક્તિ માને છે, પરંતુ અનેકાંતવાદને આધારે અનેક પ્રકારે અવલોકન કરી એકાંતવાદીનું ખંડન કરી જૈનદર્શન સ્પષ્ટપણે પ્રગટ કરે છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની યથાર્થ આરાધના અને અંતે ત્રણેની પૂર્ણતા તે જ મોક્ષમાર્ગ છે. જ્ઞાનયિામ્યાં મોક્ષ:।
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચારેની શું આવશ્યકતા છે તે પણ સિદ્ધાંતોમાં સ્પષ્ટ રૂપે ઉલ્લેખ કરેલ છે. नाणेण जाणई भावे दंसणेण य सद्हे । चरित्तेण निगिण्हाइ तवेण परिसुज्झइ ॥
(ઉત્ત. અધ્ય.-૨૮, ગાથા-૩૫) જ્ઞાનથી પદાર્થને જાણે દર્શનથી શ્રદ્ધા કરે. ચારિત્રથી આવતાં કર્મોને રોકે અને તપથી પૂર્વકૃત કર્મોનો નાશ થાય છે.
આમ, સર્વાંગીણ રીતે અવલોકતા સમજાય છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે મોક્ષનો માર્ગ છે. મોક્ષ તરફ ગતિ કરાવનાર પ્રત્યેક સાધનને યોગ કહે છે. યોગ તે મોક્ષપ્રાપ્તિનું સાધન છે. તેથી આગમની દૃષ્ટિએ યોગના ત્રણ ભેદ થાય છે સમ્યગ્ જ્ઞાનયોગ, સમ્યગ્દર્શનયોગ અને સમ્યગ્ ચારિત્રયોગ.
૧. સમ્યગ્ જ્ઞાનયોગ ઃ આંત્મા જ્ઞાનસ્વરૂપ છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, ને આયા છે વિળયા । ન્ને વિળયા સે आया । જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે આત્મા છે. અનંત ગુણોમાં જ્ઞાનગુણ મુખ્ય છે. કારણ કે તે અનંત ગુણને પ્રકાશિત કરે છે. આમ, જ્ઞાન તે સ્વ-પર પ્રકાશિત છે. સમકિત સહિતના જ્ઞાનને સમ્યજ્ઞાન કહે છે અને તે જ મોક્ષમાર્ગનું ૧૯૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા