________________
અવલોકીએ તો બે જ કારણ રાગ અને દ્વેષ. रागो य दोसोऽविय कम्मबीयं कम्मंच मोहप्पभवं वयन्ति । कम्मं च जाइमरणस्स मूलं दुक्खं च जाइ मरणं वयन्ति ॥ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે રાગ અને દ્વેષ બે જ કર્મબીજ છે અને કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. કર્મ જ જન્મ અને મરણનું મૂળ છે અને તે જ સંસારચક્ર છે.
दुविहे बंधे पण्णत्ते तं जहा पेजबंधे चेव द्रोसबंधे चेव 1 जीवाणं दोहिं ठाणेहिं पावकम्मं बंधंति तंजहा रोण चेव दोसेण चेव ॥ ઠણાંગ સૂત્રમાં પણ નિર્દેશાયેલ છે કે
दुविहे दोसे पंन्नते तंजहा
રામો ય જેવ ોસો ય ચેવ... (ઠણાંગસૂત્ર બીજું સ્થાન) આગમને અનુવર્તીને જ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે કે
પણ
રાગ દ્વેષ એ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ,
થાય નિવૃત્તિ જેહથી એ જ મોક્ષનો પંથ. (આત્મસિદ્ધિ ગાથા) આમ, બંધનના કારણોના ઉલ્લેખની સાથે મુક્તિના કારણો પણ પ્રગટ કરેલા છે. અનાદિકાળથી રાગ-દ્વેષ અને અજ્ઞાનથી મલિન થયેલો જીવ કઈ રીતે પોતાની શક્તિ પ્રગટ કરી શકે ? કઈ રીતે અજ્ઞાનનો નાશ કરે ? જે સાધકોએ અનંત શક્તિને સમજીને, અનુભવીને પ્રગટ કરી છે તેઓએ અનુભવગમ્ય માર્ગ બતાવ્યો, કે સૌથી પહેલા તો હું અનંતશક્તિનો ધારક છું, શુદ્ધ સ્વરૂપી છું, સચ્ચિદાનંદ તે મારું સ્વરૂપ છે. તે તત્ત્વની શ્રદ્ધા થવી જોઈએ. ત્યાર પછી તેનું જ્ઞાન અને અંતે તદ્નુસાર પ્રવૃત્તિ અને પુરુષાર્થ પ્રગટ થવા જોઈએ.
જેમકે આપણને પ્રાપ્ત શારીરિક બીમારીથી મુક્ત થવું હોય તો જે તબીબી કે વૈઘ-ડૉક્ટરની દવા લેવી છે તેમના પરત્વે શ્રદ્ધા હોવી જોઈએ. તેમણે આપેલ દવા કઈ રીતે લેવી તદ્ સંબંધી જ્ઞાન અને અંતે ડૉક્ટરના કથનાનુસાર દવા લેવી, પરેજી પાળવી. આ ત્રિગુણાત્મક ૧૯૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
|જ્ઞાનધારા