________________
રામાયણ, મહાભારત અને જેનદૃષ્ટિએ ગીતાનો સમાવેશ થાય છે.
અનંતની આરાધના અને સંતબાલ પત્ર સુધા ભા-૧ અને ૨માં પત્ર સાહિત્ય સચવાયું છે આમ, બધાં મળીને સાઠેક જેટલા પુસ્તકોમાં તેમનું ચિંતન ગ્રંથસ્થ થયું છે.
પત્રકારત્વ ક્ષેત્રે, વિશ્વ વાત્સલ્ય, પ્રયોગદર્શન, નવા માનવી પાક્ષિકોનું પ્રકાશન મુનિશ્રીની પ્રેરણાથી શરૂ થયેલું.
જાહેર જીવનને કારણે સંપ્રદાયથી જુદા થયાં, પરંતુ સાધુ વેશ ન છોડ્યો અને પોતાના ગુરુદેવ સાથે અંતિમ સમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. ગુરુનાનચંદ્રજી મહારાજ કહેતા કે, “સંતબાલ જૈન સાધુ નહિ, જગત સાધુ છે.”
જૈન પરંપરાને આધુનિક યુગના વિચારના અનુસંધાન દ્વારા આગળ ધપાવવો એ જ તેમનું કાર્ય રહ્યું. તેઓશ્રીને લાગતું કે સામાન્ય જનમાનસમાં એવી એક છાપ છે કે જૈન ધર્મ માત્ર કર્મત્યાગ તરફ ઝોક આપતો ધર્મ છે. પરંતુ સદ્ભાગ્યે શ્રીમદ્ રાજચંદ્ર પોતાના ગાંધીજી જેવા સાથી દ્વારા સમાજગત સાધનાને ઝોક આપ્યો. આ વાત શ્રીમદ્જીના અનુરાગીજનો માનવા લાગશે ત્યારે શ્રીમદ્જીના નામે જેમ ભક્તિ અને જ્ઞાનધારાઓ વિકસી તેમ કર્મધારા પણ વિકસશે જ.” - વિરમગામ, સાણંદ, ધોળકા અને ધંધુકાનો પ્રદેશ કે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સીમાડા પર આવેલ છે તેને ભાલનળકાંઠાનો પ્રદેશ કહેવાય છે. ગ્રામ્ય પ્રદેશના લોકો અને ખેડૂતોના આંતર અને બાહ્ય જીવનના સુચારુ પરિવર્તન અર્થે ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘની મુનિશ્રીએ સ્થાપના કરી. લોક સેવક રવિશંકર મહારાજને તેના પ્રથમ પ્રમુખ બનાવ્યા. જૈન ધર્મના માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી, લોકોને અંધ શ્રદ્ધામાંથી સમ્યક શ્રદ્ધા તરફ વાળ્યા. વ્યસનમુક્તિ કરાવી, શિકાર બંધ કરાવ્યો, શોષણ અને ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી. ગામડાઓ સ્વાવલંબી બને તેવા
(૧૮૭) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા