________________
શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન હતા તો પિતાશ્રી નાગજીભાઈ દોશી સ્થાનકવાસી જૈન હતાં. શિવલાલને એક બહેન હતા, મણિબહેન. નાનપણમાં શિવલાલે પિતાનું છત્ર ગુમાવ્યું.
૧૮ વર્ષની વયે માતા મોતીબાએ શિવલાલના વેવિશાળ માટે વચન આપી દીધેલ. થોડા સમય પછી માતાનું અવસાન થતાં વૈરાગ્યના રંગો વધુ ચૂંટાયા. શિવલાલે કન્યાના ઘરે જઈ વાત કરી કે, “મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું છે, તમારે સંયમ માર્ગે આવવું હોય તો મારી અનુમોદના છે અને સંસારમાં રહેવું હોય તો તમારા ભાઈ તરીકે મારા તમને આશીર્વાદ છે” આમ કહી શિવલાલે વાગ્દતા દીવાળીને વીરપસલીની સાડી ઓઢાડી, દીવાળીએ પણ ભાઈનું મોં મીઠું કરાવ્યું.
દીક્ષા માટે અનુમતી મળતા શિવલાલે વિસ. ૧૯૮૫ના પોષ સુદ આઠમ ૧૮-૧-૧૮૨૯ના દીને મોરબીમાં સ્થાનકવાસી સંપ્રદાયના કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ સાહેબ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી બન્યા.
દીક્ષા લીધા પછી જીવનની દૃષ્ટિમાં આમુલ પરિવર્તન આવ્યું. સર્વમા માતાના વાત્સલ્યનું દર્શન કરતાં “ૐ ઐયા”ને પોતાના જીવનનું સૂત્ર બનાવ્યું. જગતના તમામ સૌંદર્યને બાલભાવે નિહાળતા બાળક જેવા નિખાલસ અને નિર્દોષ સંતે “સંતબાલ”નું નામ ધારણ
પૂજ્ય સંતબાલે તેના જીવનકાળ દરમ્યાન ચિંતનાત્મક ધાર્મિક સાહિત્યનું સર્જન કર્યું હતું. તેમાં મહાવીરવાણી રજૂ કરતાં સૂત્રો, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર આચારાંગ સૂત્ર, સર્વધર્મ પ્રાર્થના પીયૂષ, તત્વાર્થ સૂત્ર, સિદ્ધિનાં સોપાન, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધી વિશ્વદર્શનનાં ૧૦ પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે.
વૈદિક સાહિત્યમાં, ફૂરણાવલી, મૃત્યકાળનો અમૃત ખોળો, જ્ઞાનધારા
(૧૮) જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪