________________
કાર્યક્રમો આપ્યા, ધર્મ આધારિત સમાજ રચનાનો આદર્શ આપી રાજકરણમાં શુદ્ધિની પ્રેરણા આપી.
આજે પણ ગાંધી-વિનોબા વિચારધારા પ્રમાણે ગુજરાતમાં ગુંદી આશ્રમ, મુંબઈમાં માતૃસમાજ અને વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ માનવતા અને ધર્મની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરી રહેલ છે.
મુંબઈ અને ગુજરાતની ભાગોળે આવેલ, દહાણુ અને વાણગાંવ પાસેનું ગામ ચીંચણીમાં આંતરરાષ્ટ્રિય કેન્દ્ર મહાવીર નગરની સ્થાપના કરી.
સાંપ્રદાયિક વાડાબંધીથી મુક્ત જૈનધર્મને વિશ્વધર્મ બનાવવા માટે ત્યાં ચાર વિભાગની સુંદર કલ્પના આપી.
(૧) શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ : સર્વધર્મ ઉપાસના અને અધ્યાત્મલક્ષી પ્રવૃત્તિઓ.
(૨) ગાંધીજી વિભાગ : સામુદાયિક અહિંસાના પ્રયોગનું સાહિત્ય અને ગાંધી વિચારધારા અંતર્ગત પ્રવૃત્તિઓ.
(૩) પૂ. નાનચંદ્રજી મહારાજ વિભાગ : જૈન સાધુ-સાધ્વીઓ માટે ઊંડા અધ્યયનની સુવિધા.
(૪) પંડિત જવાહરલાલ નહેરુ વિભાગ :- ગાંધીજી, રાજચંદ્ર, વિનોબા અને સંતબાલજીના સાત્ત્વિક અનુબંધ વિચારાધારાના સંદર્ભમાં વિદ્યાર્થી અને મુમુક્ષુઓને આંતરરાષ્ટ્રિય અધ્યયન સુવિધા.
વર્તમાને હાલ મહાવીરનગર કેન્દ્રમાં, ગૌશાળા આરાધના ભવન, સંતબાલ જીવનદર્શન પ્રદર્શન હૉલ સાધના શિબિરો માટે વ્યવસ્થા, આયુર્વેદ દવાખાનું દાંત-આંખનું દવાખાનું, અને કુદરતી ઉપચાર કેન્દ્ર
છે.
સ્વાધ્યાય પરિવાર, શ્રીમદ રાજચંદ્રના સત્સંગ સ્વાધ્યાય મંડળો સર્વોદય શિબિર, જૈનોલોજીની શિબિર વ. કાર્યો થઈ રહેલ છે. ઘાટકોપર અને સીપીટેંક મુંબઈમાં માતૃસમાજ મહિલા કલ્યાણની ૧૮૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા