________________
પોતાનું જીવન સ્વતંત્ર રીતે નક્કી કરેલ તેમ છતાં મહાત્મા ગાંધી સાથે ઘણું મળતું આવે છે. એની તુલના કરીને આપણે વધુ પરિચય કરીએ. ૩. મહાત્મા ગાંધી જેવો સંતબાલનો ગુણવૈભવ
સંત બાલ અને ગાંધી - ૧. ગાંધીજી શરૂમાં કિશોરવયે વધુ (કામ) વિકારી જણાય છે તો
શિવલાલ શરૂથી બ્રહ્મચારી છે. ૨. પ્રવૃત્તિ પાછળ બન્નેની સમાન ભાવના. બન્ને રાજ્ય સત્તા, સ્વર્ગ,
કે મોક્ષ માટે નહીં. પણ પ્રાણીમાત્રના દુઃખલય માટે પ્રવૃત્તિયોગ
ચલાવે છે. ૩. બંનેની પ્રવૃત્તિના સમાન લક્ષણોઃ બંનેની પ્રવૃત્તિઓમાં આ ત્રણ
લક્ષણ સમાન છે. ૧. સંતબાલ ધર્મદષ્ટિએ સમાજ રટના કરવા તો ગાંધી બધાં ક્ષેત્રોમાં ધર્મ હોય તેવી પ્રવૃત્તિની નીતિ રીતિ બતાવે છે. ૨. બન્ને માનતા કે “ભારત” દ્વારા ભારત વાટે વિશ્વ વાત્સલ્ય કે વિશ્વશાંતિ મેળવી શકાશે.
૩. બન્નેએ “સંસ્થા” મંડળોનાં નવઘડતર દ્વારા પ્રવૃતિઓ કરી. ૪. બન્ને ક્રાંતિકાર : સંતબાલ મીરા-નારી સાથે ફર્યા, ગાંધીજી
કસ્તુરબા અને અન્ય મહિલાઓ સાથે ફર્યા છતાંય બ્રહ્મચારી રહીને મહિલા જગતની પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન કર્યું. એજ રીતે સંતબાલના શુદ્ધિ પ્રયોગો, તો ગાંધીના બ્રહ્મચર્ય પ્રયોગો તેમજ સવિનયભંગ, સ્વરાજ્યની લડતો, અહિંસા દ્વારા
આઝાદી. ૫. ગુર-અંગે બન્ને-સંતબાલને ગુરૂ હતા છતાં પોતાની રીતે જીવન
જીવતા. તો ગાંધી શ્રીમદરાજચંદ્રને ગુરૂસમ ગણે - પણ ગુરુની શોધમાં જ રહ્યા. આમ બન્ને ગુરૂ વિહોણા રહ્યા પરંતુ બન્ને
ઘણાંના ગુરૂ જેવા બની રહ્યા. જ્ઞાનધારા
(૧૮૧ જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૪