________________
૨. પોતાના ગુરૂશ્રી નાનચંદ્રજી મુનિ-અદ્ભુત ગુરૂ-શિષ્ય સંબંધ
પોતાની વિચારક્રાન્તિને અમલમાં મૂકવા જતાં, પોતાના પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજથી તેમને છૂટા પડવાનું થયું પરંતુ ગુરુના હૃદયથી તેઓ છૂટા ન પડ્યા. તેમની ગુરુ ભક્તિ તો એવી અખંડ રહી કે તે પામી જઈને ગુરુદેવે પણ હૃદયના ઊંડાણમાંથી શિષ્ય માટે એવું કહ્યું કે “સંતબાલા જૈન સાધુ નથી, પણ એ તો જગતસાધુ છે. અને શિષ્ય પણ કેવો ! કે પોતાના અંતકાળે પણ પોતે સ્થા. જૈનમુનિ હોવા છતાં પણ પોતાના અવસાનના સ્થળે એવા ઓટલાની સમાધિ સ્થળની રચના કરવાનું કહ્યું કે જેમાં પોતે પોતાના ગુરુદેવની (ગુરુદેવના બીજમંત્રવાળી શિલાની જરા નીચે) સાનિધ્યમાં અંતિમ વિરામ લેતા હોય એવા બીજા પથ્થર શિલા (જે સંતબાલજીના બીજમંત્રથી અંકિત હોય) મૂકવો. આ સમાધિ સ્થળની રચનાથી સંતબાલજી જગતને એ સંદેશો આપે છે કે જેને અંતરગુરૂનું માર્ગદર્શન મળી શકતું હોય તેવો સમર્થ શિષ્ય, પોતાનાં બાહ્યગુરુની આજ્ઞાથી ક્યાંક જુદી રીતે ચાલે એ સમજી શકાય પરંતુ પોતાના બાહ્ય ગુરૂ પરમાત્મા જ છે એમ સમજીને સ્વીકારીને તેમની સેવા ભક્તિમાં શિષ્ય
ક્યારેય ઉણો ન ઊતરે એ તેનો ધર્મ છે. સંક્ષેપમાં ગુરૂનાનચંદ્રજી અને શિષ્ય સંતબાલજી એ બન્ને વચ્ચેનો ગુરૂ શિષ્યનો અનુપમ સંબંધ તાજેતરના ઈતિહાસમાં જોવા ન મળે એવું અનુપમ દષ્ટાંત છે.
આવા સંતબાલજીનો જન્મ સૌરાષ્ટ્રમાં ટંકારા નજીક આવેલા ટોળ ગામમાં મોતીબહેનની કુંખે તા. ૨૬-૮-૧૯૦૪ ના રોજ એટલે કે હિંદુ તિથિ પ્રમાણે સંવત-૧૯૬૦ના શ્રાવણ સૂદ પૂનમ (બળવ)ને દિવસે થયેલો. પિતાનું નામ નાગજીભાઈ દેવજીભાઈ અને સંતબાલનું મૂળ નામ શિવલાલ હતું.
સંતબાલજી બાલવયથી બીનસાંપ્રદાયિક માનસના, પ્રયોગવીર, બુદ્ધિશાળી એ રીતે શતાવધાની પણ હતા. તેમના જમાનામાં તેમના પર કર્મવીર મહાત્મા ગાંધી, તેમજ શ્રીમદ રાજચંદ્રની મોટી અસર પડેલી હતી. જોકે સંતબાલજીએ પોતાનું જીવન સ્વતંત્ર રીતે નક્કી કરેલ તેમ છતાં મહાત્મા ગાંધી, તેમજ શ્રીમદ રાજચંદ્રની મોટી અસર પડેલી હતી. જોકે સંતબાલજીએ
જ્ઞાનધારા
૧૮૦
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪