________________
જૈનસાધુ તરીકે પણ મુનિજીવનમાં બ્રહ્મચર્યવ્રત એ મૂળભૂત અને મુખ્ય ગણાય, એ વ્રતની સિદ્ધિ માટે પણ વિજાતીય સામે માતૃદષ્ટિ જરૂરી ગણાય. ઉપર મુજબ ૐ મૈયા અને સકલ જગતની બની જનેતાની મૂર્તિમંત્ર આરાધનાથી સંતબાલજીએ મહિલા ઉત્થાન કે નારીકલ્યાણમાં મહત્વની સફળતા પ્રાપ્ત કરી હતી. તેમજ એજ ભાવનાથી પોતાના અંગત જીવનમાં અનેક ક્રાન્તિકારી કાર્યો કરેલ, તેમાં જેમના સ્થાપિત હિતો ઘવાયેલા તેવા અનેક લોકોએ સંતબાલજી સામે આ કે તે આક્ષેપો કરેલા પરંતુ તેમાંના કોઈએ પણ તેમના બાળક જેવા નિર્દોષ બ્રહ્મચારી જીવન સામે આંગળી ચીંધી નથી. અલબત્ત પોતાની મહિલા કલ્યાણ પ્રવૃત્તિ વેગવાન બનાવવા મહિલાનો મુખ્ય સાથ અનિવાર્ય ગણાય. એ માટે તેમણે મીરાબહેનની પસંદગી કરી. પોતાના વિહાર પ્રવાસમાં પણ મીરાબહેનને હંમેશા સાથે રાખતા ત્યારે સમાજમાં કેટલાક વિરોધી ખળભળાટ જાગેલો પરંતુ લોકોને મુનુશ્રીના શુદ્ધ, નિર્દોષ વ્યવહાર અને પવિત્રતાનો સ્પર્શ થતાં, લોકોની શંકા દૂર થઈને સંતતરફનો પૂજ્યભાવ ઊલટો વધતોજ રહેલો.
સંતબાલજી પ્રયોગવીર, કાન્તષ્ટા મહામુનિ છે. તેમના તમામ કાર્યોમાં વિધેયાત્મક રચનાત્મક દૃષ્ટિ હોય છે. સામાજિક કાર્યો માટે જૈન મુનિ તરીકે બ્રહ્મચર્યની નવવાડ, તેમને બાધારૂપ લાગે તો મૂળ બ્રહ્મવ્રત સચવાઈ રહે તે દૃષ્ટિ જીવતી રાખીને, તેઓ કેટલીક છૂટલેતા પરંતુ એ છૂટમાં છેવટે
ક્યાંક મર્યાદા હોય. જેમકે મીરાબહેનને વિહારમાં સાથે રાખે પરંતુ કોઈપણ સંજોગોમાં તેમની સાથે રાત્રે કોઈ રૂમમાં એકાંતમાં શયન ન કરે. આમ કોઈપણ નિયમમાં કોઈ ચોક્કસ છૂટ નક્કી ખરી પરંતુ તે છૂટમાંય કોઈ ચોક્કસ મર્યાદા પણ એટલીજ નક્કી. શું બ્રહ્મચર્યમાં કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં તેમની ક્રાન્તિ રચનાત્મક અને ગુણપોષક હોય છે. દા.ત. તેમને જૈન સંપ્રદાયથી છૂટા પડવાનું થયું પણ તેમણે અન્ય કોઈ મુનિને ન તો પોતાનામાં ખેંચ્યા કે છૂટા પડેલા સંઘ કે સમુહની કદી ટીકા પણ ન કરી. મણિભાઈ જેવા સમર્થ સેવકો મળ્યા પણ તેમને દીક્ષા આપવાને બદલે સેવાના ભેખધારી બનાવ્યા. જ્ઞાનાધારા
(૧૦૯) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪)