________________
બન્ને મહાત્મા તરીકે : સંતબાલજી વેષધારી મહાત્મા છે. તો ગાંધી વેષ વિનાના મહાત્મા છે. બન્ને પર શ્રીમદ્ રાજચંદ્રની ગુરૂ જેવી પ્રબળ અસર છે. જે બન્નેમાં દ્રરિદ્રો માટે ઉત્કટ સેવાની ભાવના અને તેથી તેવી પ્રવૃત્તિઓ પણ ચલાવે છે. પરોપકાર માટે વૃક્ષો જીવે છે તેમ આ બંનેની તમામ પ્રવૃત્તિઓ વિશ્વકલ્યાણ માટે હોય છે. તે બંને તે માટેના ગુણો પણ ધરાવે છે. જેવા કે નિયમિતતા - બંનેનો દૈનિક ક્રમ નિયત બંનેનો પ્રાર્થનામાં પણ નિયમિતતા બતાવે છે. દોડીને પણ સમયે પહોંચે, કોઈ ન હોય તોય પ્રાર્થના - પ્રવચન શરૂ જ કરી દે. સ્વાશ્રય-સ્વાવલંબન : સંતબાલજી અને ગાંધીજી બંને સ્વાવલંબનવાળા છે. પણ અહીં બંનેની બાહ્ય કક્ષા જુદી હોઈ નીચે મુજબ બંનેમાં ભિન્નતા જોવા મળે છે.
૬.
સંતબાલ જૈન સાધુ છે. માનવ સમાજમાં બે ભેદ સંસારી અને સાધુ સંસારી ભીક્ષા માગે-લાવે અને ખવાય તો તે ભિખારી કહેવાય જ્યારે તેણે સ્વાશ્રયી બનવું જોઈએ. તેમાં ‘સ્વ’ એટલે પોતાના શ્રમથી રોટી મેળવે. સ્વ એટલે હાથે કાંતીને ચરખો ચલાવીને કાપડ-ખાદી ઉત્પન્ન કરે. સાધુનું સ્વાવલંબન તેમાં સ્વ થી જીવવું એટલે ‘આત્મા'ના આધારે જીવવું. જેને સાધુ અપરિગ્રહી હોય. એટલે રેડિયા જેટલો પરિગ્રહ પણ ન હોય તેથી તેઓના ઉપદેશથી હજારો લોકો રેટિયો ચલાવતા થયા પણ સંતબલિથી કદી એ રેંટિયો ચલાવ્યો નથી. એ રીતે તેમણે ખેતી કરી નથી. તેથી તેમના અન્નવસ્ત્ર તેમને બીજા કોઈ આપે પણ તે ભીખ નથી પણ ગોચરીનું ગૌરવ છે. ભિક્ષા આપનાર પણ માને છે કે મને આપવાની - વહોરાવવાની - તક મળી તે અહોભાગ્ય મારા !
સંતબાલે ધર્મસ્થાન કે ન્યાયનીતિવાળાની પ્રતિષ્ઠા સ્થાપી તો ગાંધીજીએ અહિંસા દ્વારા ભારતની આઝાદી. લાવવા સાથે, ધર્મ દ્વારા ભારતમાં રામરાજ્ય અને ભારત દ્વારા વિશ્વકલ્યાણ-વિશ્વશાન્તિની ક્રાન્તિ કરી.
જ્ઞાનધારા
૧૮૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪