________________
થી નાણાંકીની સાથીય ભાવના
– ડો. ગીતાબેન મહેતા (ડો. ગીતાબેન મહેતા (એમ.એ., પીએચ.ડી.) તરીકે મહર્ષિ દયાનંદ કોલેજમાં રીટાયર થયા પછી કે. જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીજ ઈન જેનિજમાં ડાયરેક્ટર તરીકે કાર્ય કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક કોન્ફરન્સમાં શોધ પેપર રજૂ કર્યા છે.)
સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો
સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આ કડીઓ ફક્ત પ્રાર્થના પૂરતી ન રાખતાં તેમણે પોતાના જીવનમાં ઉતારી છે તેથી જ તો આજે પણ તેમને યાદ કરીને આપણે આપણા શ્રદ્ધાસુમન એમને ચરણે ધરીએ છીએ.
દીક્ષા પછીના પાંચેક વર્ષ સંતબાલજીએ જ્ઞાનસાધનામાં સમર્પિત કર્યા. સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિંદી વગેરે ભાષાઓનો તેમજ ન્યાય પ્રમાણ તર્ક, સાહિત્ય વગેરેનો અભ્યાસ તેમણે કર્યો. જૈન ધર્મના અનેક શાસ્ત્રોનો તથા દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોનો અભ્યાસ કર્યો. તેથી જ તો અજમેરના સંમેલન સમયે ભારતના વિદ્વાનોએ તેમને ભારત રત્ન'ની ઉપાધિથી નવાજ્યા.
વિ.સં. ૧૯૮૯ થી ૧૯૯૪ સુધીના કાળ દરમ્યાન તેમણે ગુજરાતી સમાજને ઘણું સાહિત્ય સમર્પિત કર્યુ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ અને આવશ્યક આ ચાર મુખ્ય સૂત્રોને
જ્ઞાનધારા -
(૧૬
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪