________________
દરમ્યાન “ધર્મદષ્ટિએ સમાજરચનાનાં ક્રાંતિકારક વિચારો કઈ રીતે અમલમાં મૂકવા તે નક્કી કર્યું. અને તેનો અમલ કરવા તદ્દન ગરીબ અને પછાત વિસ્તાર ભાલ નળકાંઠાની પસંદગી કરી.
તેમના નિયમોમાં નાતજાત જૈન જૈનેતરનાં બંધનો ન હતાં. વિશ્વ વાત્સલ્યની જ ભાવના હતી. તેના કારણે કાર્ય કરવામાં તેમને સહકાર ઓછો મળતો પરંતુ સહેજ પણ ઉદ્વેગ અનુભવ્યા વિના શાંત ચિત્તે તેઓ કાર્ય કર્યે જતા.
ધર્મના પાયાના સિદ્ધાંતો જાળવીને એક જૈન મુનિ સમાજ માટે શું કરી શકે તેનું આ જવલંત ઉદાહરણ છે.
સંતબાલજી જે આદર્શ સિદ્ધ કરવા મથી રહ્યા હતા તેનો હેતુ માત્ર અહીંતહીં સામાજિક સુધારણા માટેનો જ નહીં પરંતુ “ધર્મદષ્ટિએ સમાજની પુનર્રચનાનો હતો જેથી અન્યાય, નિઃસ્વાર્થપણું અને સત્યનો આગ્રહ જેવા સામાજિક સગુણોનો વિકાસ થઈ શકે. તેમણે અપનાવેલી વિચારધારાને તેમણે “અનુબંધ વિચારધારા” નામ આપ્યું અનુ=અણુ બંધ=બાંધનારું બળ. સામાજિક ઉત્ક્રાંતિમાં ચાર બળોનો સુમેળ હોવો જોઈએ. (૧) રાજ્ય (૨) સરકાર પર નિયંત્રણ રાખી શકે અને તેને માર્ગદર્શન આપી શકે તેવી સ્વૈચ્છિક સંસ્થાઓ (૩) લોકોનાં સંગઠનોને માર્ગદર્શન આપી શકે તેવી સામાજિક આધ્યાત્મિક વ્યક્તિઓ (૪) ઉપરનાં ત્રણેય બળોને દોરવણી આપી શકે તેવા આધ્યાત્મિક સંતો અને નેતાઓ ઉપરનાં ચારેય વચ્ચે સંકલન હોવું તથા તે સત્યના આધારે કાર્ય કરે આ વિચારધારા તે “અનુબંધ વિચારધારા”
જીવનના છેલ્લા દિવસોમાં તેઓ લઘુનાગ્રસ્ત બન્યા છતાં જૈનધર્મના પાયાના સિદ્ધાંતોને ચુસ્તપણે વળગી રહ્યા. હોસ્પિટલમાં છેલ્લા દિવસોમાં પણ પાણી વાપરતાં પહેલાં પૂછી લેતા પાણી “અચેત’ છે કે કેમ ? મોં પર હાથ રાખીને જ વાત કરતા વગેરે. વિશ્વ વાત્સલ્ય” અને ક્રાંતિથી સભર સંતબાલજી ક્રાંતા હતા. તેમના કાળધર્મ બાદ તેમનાં ઉપકરણોના હરાજી તો ન કરવામાં આવી તેમની પાલખી ચાર કુંવારી બહેનોએ ઉપાડી. આ પણ એવી ક્રાંતિ જ હતી.
જ્ઞાનધારા
(૧૬૫)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪)