________________
સ્મરણો પણ
જેમાં આજે પણ ધર્મ પ્રાર્થના
તેઓએ સરળ તથા સુંદર ગુજરાતી ભાષામાં પરિવર્તિત કરી મહાવીર પ્રકાશન મંદિર દ્વારા પ્રકટ કર્યા છે. છેલ્લા વર્ષોમાં તત્ત્વાર્થસૂત્રનો ગુજરાતી ભાષામાં પદ્યાનુવાદ કરીને પોતાની અગાધ વિદ્વતા અને કવિત્વનો સહજપણે પરિચય આપ્યો.' . આગળ ઉપર એમણે એક-એક અવતારી પુરૂષોના ગુણો વર્ણવી સાતવારની પ્રાર્થના લખી છે. એમના સર્વધર્મ સંસ્થાપક સ્મરણો પણ વાગોળવા જેવા છે. એમની સર્વ ધર્મ પ્રાર્થના તો કેટલાંક ઘરોમાં અને સંસ્થાઓમાં આજે પણ રોજ ગવાય છે.
જૈન સાધુ તરીકે પાદવિહાર, ભિક્ષાચરી અને અપરિગ્રહ સાથે પોતાના નિર્ધારિત લક્ષ તરફ તેઓ આગળ વધતા રહ્યા.
સંતબાલજીને શ્રદ્ધાંજલિ આપતાં વિમલાબેન ઠકાર લખે છે. “સંતબાલજી ગાંધી તત્વજ્ઞાનના તથા જૈન તત્વજ્ઞાનના પાયાના સિદ્ધાંતોને વળગી રહ્યા. તેનાથી તેમનું વ્યક્તિત્વ અદ્ભુત રીતે સમૃદ્ધ થયું છે. અહિંસા તો તેમના જીવનમાં વણાઈ ગઈ હતી. તેમણે પોતાના સમગ્ર જીવન અને કાર્યમાં જે મૂક ક્રાંતિ કરી તેનાથી તેમના સમયના જૈનમુનિઓ અને શ્રાવકોના મનમાં ગૂંચવણ ઊભી થઈ. તેમણે ધર્મને સામાજિક સેવા સાથે જોડ્યો.
સામાજિક કાર્યમાં પણ એમની પદ્ધતિ પૂર્ણરૂપે અહિંસક હતી. એમની પદ્ધતિનું નામ છે. “શુદ્ધિપ્રયોગ' એટલે કે શુદ્ધ કરવાની પ્રક્રિયા. સમાજસેવાના ક્રાંતિકારી પ્રયોગો :
વ્યક્તિ સાથે સમાજનું અને સ્વ. સાથે પરનું કલ્યાણ થઈ શકે એવી સમાજસાધનાના સંતબાલજી પુરસ્કર્તા હતા.
ગરીબી, શોષણ, અન્યાય, અજ્ઞાન અને રોગથી ગ્રસ્ત તેમજ શાહુકારી અને જમીનદારી પ્રથાની ભીંસથી ઘેરાયેલી, વેઠપ્રથાથી ત્રાસેલી, વહેમ અને રૂઢિપરંપરાથી જકડાયેલી તેમજ આત્મવિશ્વાસ
૧૬૦) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SIનધારા