________________
ચોથા બ્રહ્મચર્યના નિયમમાં પંચની સાક્ષીએ જે સ્ત્રી સાથે લગ્ન કર્યા છે, તેની સાથે મર્યાદાપૂર્ણ સંતોષ માની વિષય ભોગવવું. પરંતુ પરસ્ત્રી કે પરપુરૂષ સાથેનો વિષયભોગ એ પાપ ગણવામાં આવે છે. તેથી તે ત્યાજવ છે. વિષયની વાસના પ્રત્યે અત્યંત ઈચ્છા રાખી હોય એવા જે કોઈ અતિચાર દિવસમાં કર્યા હોય તેને મન, વચન, કાયાથી મિથ્યા | દુષ્કત દઉં છું. પરિગ્રહ પરિમાણ વ્રત :
પરિગ્રહ-ધન | ધાન્યાદિના સંગ્રહનું પ્રમાણવાળું વ્રત તે પાંચમો વ્રત છે. જરૂરિયાતથી વધારે ભૌતિક સંપત્તિ ન રાખવી એ શ્રાવકનું વ્રત છે. દિસીવત :
દિમ્ પરિમાણવ્રત એટલે વેપાર, વ્યવહાર ઈત્યાદિ માટે પ્રવાસ કરવાનો હોય તો જુદી જુદી દિશામાં કેટલી હદ સુધી જવું, તેની મર્યાદા બાંધી લેવી. આકાશ, પાતાળ અને જમીન ઉપર પ્રમાણથી વધારે જવાયું હોય, તેવા દોષમાંથી જે કોઈ દોષ કર્યો હોય તે નિષ્ફળ થાઓ. અનર્થ દંડ વિરમણ વ્રત ઃ
કોઈને શસ્ત્રો-હથિયારો ભેટ આપવાં, પ્રાણીઓ લડાવવાં વગેરે કાર્યો કે જેમાં સ્કૂલ, સૂક્ષ્મ હિંસા રહેલી હોય તેવાં અનાવશ્યક કાર્યો ન કરવાં. પાપમય પ્રવૃત્તિ ન કરવી. આવી કોઈ પણ પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપવું. તેમજ પાપ થાય તેવો ઉપદેશ પણ ન આપવો. વિષય વાસના, કામભોગ કે કામચેષ્ટા ન કરવી. સામાયિક વ્રત :
સમભાવની સાધના, અથવા જ્ઞાન દર્શન અને ચરિત્રરૂપ સમભાવનો લાભ છે, તે સામાયિક વ્રત છે. શુદ્ધ થઈને બે ઘડી Sાનારા
(૧૬૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪