________________
(૪૮ મિનિટ) નિશ્ચિત સમય માટે એક આસન પર બેસીને, સર્વ પાપ ક્રિયાઓનો ત્યાગ કરી, તથા ઇંદ્રિયો -- મનને સંયમમાં રાખી ભગવાનનું ધ્યાન ધરતાં ધરતાં, સમતા ધારણ કરીને શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશવાનું આ વ્રત છે. પ્રત્યેક શ્રાવકે આરાધના માટેના આવશ્યક કર્તવ્યો બજાવવાનાં હોય છે. સામાયિકની સૌથી મોટી સિદ્ધિ તે સમભાવ'ની પ્રાપ્તિની છે. મન, વચન, કાયાના અશુભ -- પાપમય પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો હોય છે.
શ્રી હરિભદ્રસૂરિજીએ “અષ્ટક પ્રકરણમાં સામાયિકમાં લક્ષણો બતાવેલ છે.
સમતા સર્વ ભૂતેષુ સંયમઃ શુભ ભાવના,
આર્ત રૌદ્ર પરિત્યાગસ્તધ્ધિ સામાયિક વ્રત. સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો, શુભ ભાવના ભાવવી, આર્ત અને રૌદ્ર સ્થાનનો ત્યાગ કરવ. તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે. સવાર-સાંજ બે વખત, બે ઘડી સામાયિક એ સાધુપણું છે. - સામાયિકમાં આત્મશુદ્ધિ એ સૌથી મહત્ત્વની બાબત છે. સાવધ યોગના પચ્ચકખાણ દ્વારા નવા અશુભ કર્મોને આવતા રોકવાના હોય છે. જૈન શાસ્ત્રોમાં સામાયિકના મુખ્ય ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. (૧) શ્રત સામાયિક (૨) સમ્યકત્વ સામાયિક (૩) દેશ વિરતિ સામાયિક (૪) સર્વવિરતિ સામાયિક જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્ત્વના અભ્યાસથી આવતી સ્વરૂપ રમણતાને શ્રુત સામાયિક કહે છે.
DEF
O
જ્ઞાનધારા
૧૬૨
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪