SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવનની ખુમારી છે. નિગ્રંથ પ્રવચન શ્રવણ, સંતસેવા અને સંતભક્તિ એ શ્રાવકનું કર્તવ્ય છે. ભૌતિક જીવન સાથે ધાર્મિક જીવનનો સુમેળ કરવો એ જ શ્રાવકજીવનની આગવી વિશેષતા છે. દરેક સાધકનું અંતિમ લક્ષ્ય સંપૂર્ણપણે આત્મકેન્દ્રિત થવાનું છે. એક સાથે સમસ્ત ભૌતિક ભાવોની આસક્તિને છોડીને આત્મભાવોમાં સ્થિર થવું તે સામાન્યજન માટે શક્ય નથી. તેથી જ ક્રમશઃ વ્રતનું પાલન કરતા, ગુણસ્થાનકના સોપાન સર કરતાં તરી શકાય તેવી યોજના છે. ભરત ચક્રવર્તી ગૃહસ્થાવાસમાં પણ ભાવસંયમના સહારે કેવળજ્ઞાનને પામી શક્યા. જૈનશાસન ગુણપ્રધાન છે, વેષ પ્રધાન નથી. અનંતકાળના પરિભ્રમણ પછી જૈનકુળ, આર્યક્ષેત્ર, સંતસમાગમ, જિનવાણી અને શ્રાવકપણું મળે છે. ચારેય ગતિના સંસારી જીવોની સરેરાશ કાઢીએ તો અનંત મિથ્યાત્વી જીવોની સામે એક જીવ સમકિતી છે. એવા અસંખ્ય સમકિત જીવોની સરેરાશે એક જીવ શ્રાવક છે માટે શ્રાવકધર્મની દુર્લભતા જાણી આરાધક શ્રાવકના આચાર પાળવા સમ્યક પરાક્રમનો પુરુષાર્થ માંડીને. કૂકા ગણવામાં અને કીકાને રમાડવામાં જ જીવનની કૃતકૃત્યતા માનનારાને ભૌતિકતાના શિખરે શિખરે અજંપા અને અશાંતિના ભૂતિયા મહેલ જ મળે છે જ્યારે આધ્યાત્મિકતાના પગથિયે પગથિયે શાંતિસમાધિનાં દેવાલયો સાંપડે છે. પાનું ફરે અને સોનું ઝરે એવા આગમના પાને ઝળકતા શ્રાવકધર્મની આરાધના કરેલ શ્રમણોપાસકના જીવનને નિહાળીએ અને તેવી આરાધના કરવાના પ્રેરણા પાન કરીએ, શ્રવણશૂરા બની, આચારશૂરા બનીએ. ખરેખર ! ગૃહસ્થની સાધનામાં જૈનધર્મનો શ્રાવકચાર નિસંદેહ બેજોડ છે. જ્ઞાનધારા ૧૫૪) જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy