________________
} ; - ( 17- -
– શ્રી ભરતભાઈ ગાંધી (શ્રી ભરતભાઈ ગાંધી (ડીપ્લોમાં ઈલેક્ટ્રીકલ એજીનયરીંગ) રાજકોટ અનેક શિબિરોમાં ભાગ લે
છે જેન ધર્મના અભ્યાસી છે.) જિનાગમ સંદર્ભે શ્રાવકાચાર :
મહાવ્રતોની સમગ્ર, સંપૂર્ણ અથવા આગાર રહિત આરાધના ” સર્વ માટે શક્ય નથી. તે તો દઢ મનોબળના છારક, શૂરવીર, ગંભીર અને સંસ્કારી પુરુષો જ કરી શકે છે. આથી મહાવ્રતોની અપેક્ષા એ સરળ એક અન્ય માર્ગ ભગવાને બતાવ્યો જેમાં સાધક પોતાની શક્તિ પ્રમાણે વ્રત સ્વીકારે છે. જેને આપણે અણુવ્રત કહીએ છીએ. આવા સાધકને શ્રમણોપાસક કહેવાય છે. શ્રમણ-સાધુના, ઉપાસક એટલે નજીક બેસનારો. જે સાધુના સાનિધ્યમાં બેસે છે. એટલે કે શ્રમણ પાસેથી સજ્ઞાન તથા વ્રત ગ્રહણ કરે છે. તેના મહાવ્રતમય જીવનથી પ્રેરિત થઈને ઉપાસનાના માર્ગે આરૂઢ થાય છે તે શ્રમણોપાસક છે.
શ્રાવકનાં વ્રત ગ્રહણ કરવાનો ક્રમ પણ વૈજ્ઞાનિક છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહનો સ્વીકાર તો કરે છે પણ પોતાની શક્તિ અને આત્મબળ અનુસાર. શ્રાવકના વ્રતો, મહાવ્રતોની અપેક્ષાઓ નાના હોવાથી અણુવ્રત કહેવાય છે બાકી પોતાના સ્વરૂપમાં કોઈ મોટું અથવા નાનું નથી. જૈન ધર્મની એ વિશેષતા અને વિશાળતા છે કે શ્રાવકના વ્રતોમાં આગારોનું કોઈ ઈત્યંભૂત એક રૂપ
જ્ઞાનધારા
૧૫૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪