________________
આદિ શ્રાવક ચલિત થયા પણ પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત કર્યું અને પુનઃ આત્મભાવમાં લીન થયા. ગૃહસ્થજીવનમાં પતિ-પત્નીએ પરસ્પર ધર્મમાર્ગમાં પૂરક અને સહાયક બનવું આવશ્યક છે, તેવો બોધ આ કથાનકોમાંથી મળે છે.
શ્રી સૂયગડાંગ સૂત્ર ૨/૭માં શ્રાવકના ૩ વિશિષ્ટ ગુણો કહ્યા છે. (૧) તે ગૃહસ્થ જીવનમાં રહેતો હોવા છતાં મર્યાદા અનુસાર પ્રાણીહિંસા પર સંયમ (નિયંત્રણ) રાખે. (૨) સમસ્ત એકેન્દ્રિયાદિ પ્રાણીઓ પર સમભાવ-આત્મવત્ ભાવ રાખે. (૩) શ્રાવકના વ્રત ધારણ કરે. આ ત્રણ ગુણોની યુક્ત ગૃહસ્થ દેવગતિને પ્રાપ્ત કરે છે.
વર્તમાને કોઈ શ્રાવકને ધર્મકરણી કે આચારપાલનની વાત કરીએ તો ઉત્તર મળે કે, “અમે રહ્યા સંસારી ! અમારાથી આવું કાંઈ પાળી ન શકાય.” પણ એક શ્રાવક આટલું તો જરૂર કરી શકે આદરે બાર વ્રત, ધારે સમકિત, જાણે વીતરાગન માર્ગ, છોડે મિથ્યાત્વ, મૂકે માન, રહે મનુષ્યલોકમાં, જાય દેવલોકમાં, મારે મનને,
ઓઢે લજ્જા, પાથરે પુણ્યને, પહેરે શીલરૂપી શણગાર, લ્ય ભગવાનનું નામ, આપે સુપાત્ર દાન, ખાય ગમ અને પીવે વીતરાગવાણીનું પાણી.
શ્રાવકના બાર વ્રતમાં પ્રથમ જ અહિંસા વ્રતનું પાલન કરતાં દૈનિક જીવનચર્યાનો સૂક્ષ્મતાથી તથા તેની કંપનીના શેર લઈ તેવા કાર્યને અનુમોદના આપવા બરોબર જાણીને તેનો પણ ત્યાગ કરે. જેમાં હિંસાનો પ્રવાહ સતત ચાલુ રહે તેવાં કાર્યો કરવા શ્રાવકને વર્ય છે, શોભનીય, અનુકરણીય કે અનુમોદનીય નથી.
એક એક શ્રાવક મળી અપરિગ્રહ, અહિંસા, ઉપભોગ-પરિભોગ પરિમાણ, અનર્થદંડ વિરમણ વ્રતથી પર્યાવરણને અનુકૂળ પરિસ્થિતિ સર્જી શકે છે, જે દેશ, સમાજ, વિશ્વને સહાયકર્તા નીવડે છે.
સુદર્શન શ્રાવક જેવી નિર્ભયતા, પુણિયા શ્રાવક જેવી પ્રામાણિકતા, સુલસા શ્રાવિકા જેની ધર્મશ્રદ્ધા, કામદેવ શ્રાવક જેવી દઢધર્મતા એ જ્ઞાનધારા
(૧૫૩) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
બાર તમારી તથા તેને તેના કરતા જાવ