________________
કર્તા છે. અજ્ઞાનથી રાગદ્વેષાદિનો કર્તા છે.
(૪) કર્મફળ ભોક્નત્વ - આત્મા કર્મફળનો ભોક્તા છે. (૫) મોક્ષ છે. દુઃખથી નિવૃત્તિ શક્ય છે (૬) મોક્ષના ઉપાય છે.
ભરતક્ષેત્ર અને વર્તમાનકાળની અપેક્ષાએ કહ્યું છે આ મોક્ષમાર્ગનો લોપ છે પણ આત્માર્થી માટે તે “ભાખ્યો અત્ર અગોપ્ય” એમ કહી મોક્ષમાર્ગનું રહસ્ય ખુલ્લું કર્યું છે.
પ્રવચનસારમાં કહ્યું છે, “યસ પૂતો મો સમ્યક્દર્શન પ્રાપ્ત થતાં અનાદિકાળથી જે જ્ઞાને માત્ર સંસારનું પરિભ્રમણ કરાવ્યું હતું તે પોતાની દિશા બદલી સંસારના નાશના હેતુરૂપ બની જાય છે. જીવે વિભાવ છોડી પોતાના સ્વભાવમાં આવવાનું છે. જૈનધર્મની આ એક ગહન વાત છે. જીવે બહારથી કંઈ પ્રાપ્ત કરવાનું નથી. જૈનધર્મ પ્રમાણે ઇશ્વર શુદ્ધ જીવ છે - અહીં પરમાત્મામાં ભળી જવાની વાત નથી પરંતુ પોતે જ પરમાત્મા બનવાનું છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય, સશુરુઆજ્ઞા જીનદશા નિમિત્ત કારણમાંય” વળી ફક્ત કોરી વાતો જ નથી, તીર્થકરોએ માર્ગ ચીતરી બતાવ્યો છે પણ ચાલવું પડશે આપણે પોતે જ. સ્વરૂપના અજ્ઞાનને લીધે દુઃખ છે - અને તેનાથી મુક્તિ એ લક્ષ્ય છે - એ માટેનો માર્ગ છે - જ્ઞાન અને ક્રિયાનો સંયોગ – જ્ઞાન શિયાખ્યાં મોક્ષ ક્રિયાયોગ જ્ઞાનયોગની પુષ્ટી માટે છે. પરંતુ મૂળ વાત ભૂલીને આપણે ક્રિયામાં અટવાઈએ છીએ. કહ્યું કે “અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન” ફક્ત બાહ્ય ક્રિયા, વ્રત, તપ આદિ ધર્મ નથી. પણ આત્માનો ધર્મ શું છે તેનું જ્ઞાન નહીં હોવાથી સહુ સાધન બંધન થાય છે - તેવી જ રીતે શુષ્ક જ્ઞાની સ્વાનુભવ વિના આત્માની ફક્ત વાતો જ કરે તો તે પણ વ્યર્થ છે. ભક્તિ એ સુલભમાર્ગ છે વર્તમાનમાં- “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે સબ આગમ ભેદ, સુ ઉર બસે.” આત્મા અપૂર્વ તત્ત્વ છે - તેને ઓળખવાથી ભેદજ્ઞાન
(૯) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા