________________
ષડ્રદર્શનસમુચ્ચય, યોગબિન્દુ, યોગદષ્ટિ સમુચ્ચય, સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથોનું તે તારણ છે. અને છતાંય તેમાં તાત્કાલિક ગચ્છ, પંથ અને એકાંતપ્રવૃત્તિનું સ્વાનુભવ સિદ્ધ વર્ણન અને સમાલોચન પણ છે. જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. અલબત્ત આને સમજવામાં અધિકાર આવશ્યક છે.” (દર્શન અને ચિંતન - પંડિત સુખલાલજી) પંડિત સુખલાલજીના મત પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડો વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રંથરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે. જૈનદર્શનના બધા જ સિદ્ધાંતો - દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ વગેરે આમાં સમાઈ જાય છે..
સહુપ્રથમ “આત્મિસિદ્ધિ નામ સાર્થક છે. આ નાનકડી કૃતિમાં શ્રીમદ્રાજચંદ્ર આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. શ્રી રાજચંદ્રનું તત્ત્વજ્ઞાન અધ્યાત્મ કેન્દ્રિત છે. અધ્યાત્મમાં આત્મજ્ઞાનની શ્રેષ્ઠતા છે. સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વરૂપપ્રાપ્તિને અર્થે છે.
“જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” એ પદથી શરૂ થતી આકૃતિમાં શરૂઆતમાં શ્રી સદ્ગુરુ ભગવંતોને નમસ્કાર કર્યા છે તે અપૂર્વ માંગલિક છે, નિશ્ચયનયથી તે પોતાના શુદ્ધ આત્માને નમસ્કાર છે. પ્રથમ સત્ અર્થાત આત્મા. તેને સમજાવનાર ગુરૂને વિનય કરી કહ્યું છે કે સ્વસ્વરૂપ જાણ્યા વિના જીવ અનંત દુઃખ પામે છે.
(૧) આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ - આત્મા છે. આત્મા ચેતનદ્રવ્ય
છે.
(૨) આત્માનું નિયત્વ - આત્મા નિત્ય છે “હોય તેહનો નાશ નહિ નહિ તે હ નહીં હોય, એક સમય તે સહુ સમય ભેદ અવસ્થા જોય” આત્મા, આમ દ્રવ્ય નિત્ય છે પણ પર્યાય બદલાયા કરે છે.
(૩) કર્મ કર્તુત્વ - આત્મા કર્મનો કર્તા છે. સ્વભાવથી જ્ઞાનનો જ્ઞાનધારા.
(૮) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪