________________
ર
-
– ડો. કોકિલાબેન શાહ (ડો. કોકિલાબેન શાહ (એમ.એ. : પીએચ.ડી (ગોલ્ડમેડાલિસ્ટ) જેનોલોજી પર પીએચ.ડી., મુંબઈ યુનિ.ના પીએચ.ડી.ના ગાઈડ છે.) વર્તમાનમાં શ્રી સૌમેયા કોલેજમાં જૈન સાહિત્ય વિભાગમાં સેવા આપે છે. ભાગ લેવો સેમિનારમાં સંશોધન - સંપાદન - લેખન પ્રિય પ્રવૃત્તિ છે.)
તેમની બધી જ કૃતિઓમાં “આત્મસિદ્ધિ અને સાધનાનું ઊંડામાં ઊંડુ રહસ્ય આવી જાય છે. શ્રી “આત્મસિદ્ધિશાસ્ત્ર' શ્રીમદે નડિયાદમાં વિ. સ. ૧૯૫૨ની સાલમાં આસો વદ એકમે રચી હતી. આ શાસ્ત્ર સર્વદર્શનના સારરૂપ છે. તત્ત્વનું મૂળ આત્મદર્શનમાં છે અને આત્મધર્મની અગ્રેસરતા નિગ્રંથધર્મમાં છે. એ માટેનો માર્ગ આત્મસિદ્ધિમાં સંગ્રહિત છે. મહાવીરવાણી જે આચારાંગ, સૂત્રકૃતાંગ જેવા આગમોમાં મળે છે તેમાં પણ આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને લક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે. આ અસાધારણ કૃતિમાં ૧૪૨ દોહરા છે. શૈલી સંવાદની છે. સત્પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. જડ અને ચેતનના સ્વરૂપની ભિન્નતા બતાવતી. આ રચના મોક્ષમાર્ગનાં રહસ્યો છતાં કરે છે. કહેવાય છે કે “આકૃતિ ચમત્કારિકપણે ચૌદ પૂર્વો પૈકી આઠમા આત્માનપ્રવાદ પૂર્વનું રહસ્ય ઉદ્ઘાટિત કરે છે. એમાં જૈન આચાર વિચાર પ્રક્રિયા મૂળરૂપમાં પૂર્ણ આવી જાય છે. સન્મતિ,
જ્ઞાનધારા
(૦)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪