________________
ફરે કે હું શ્રાવક છું તે નામધારી શ્રાવકોની કોટિમાં આવે છે. સાચા શ્રાવક માટે એક પંક્તિમાં કહ્યું છે કે, “નવ ધરિ, નવ પરિહરે, નવની ન કરે હાણ,
નવનું જાણપણું કરે, તે નર ચતુર સુજાણ.” અર્થાતુ નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને ધારે, નવ પ્રકારના બાહ્યપરિગ્રહ (ખેતવત્થ આદિ)નો ત્યાગ કરે, પાંચ સ્થાવર, ત્રણ વિક્લેન્દ્રિય અને પંચેન્દ્રિય આ નવની હિંસા ન કરે અને નવ તત્ત્વને જાણે તે સુજ્ઞ શ્રાવક છે. | વિકટ પ્રસંગોમાં સંકટ આવે ત્યારે સાગારી સંથારો લેવાનું કથન શ્રી અંતગડદશાંગ સૂત્રમાં સુદર્શન શ્રાવકના પ્રસંગમાં છે. મુગલપાણિ નામના યક્ષથી આવિષ્ટ અર્જુનમાળી સાત જીવોની પ્રતિદિન ઘાત કરતો હતો. સુદર્શન શ્રાવકે અર્જુન માળીને સામે આવતો જોઈને, જરા પણ વિચલિત થયા વગર ત્યાં જ સાગારી સંથારો કર્યો. દૈવી તાકાત સામે આધ્યાત્મિક તાકાતનો જવલંત વિજય થયો. આમ સુદર્શન શ્રાવકની નીડરતાએ સ્વરક્ષણ કર્યું. અને અર્જુન માળીના જીવનમાં, પરિવર્તન આણવાનું સત્કૃત્ય કર્યું.
સ્વસ્થ શરીરે, જાગૃત અવસ્થામાં, સમ્યક જ્ઞાનપૂર્વક, દેહ અને કષાયોને કૃશ કરી, મૃત્યુ સમયને નજદીક જાણીને પણ સંથારો લઈ શકાય છે. તેનું જીવંત અને જવલંત ઉદાહરણ ઘાટકોપરમાં પૂ. સુશીલાબેનનું છે. જેમણે ૫૬ દિવસ સુધી મોતને હંફાવ્યું અને સમતાપૂર્વક ઉપસર્ગ સહ્યા, જે શ્રાવકાચારની સાધનાની પરાકાષ્ઠા છે.
૧૧ પડિમા : શ્રાવકના વિશેષ અનુષ્ઠાન અથવા પ્રતિજ્ઞાને પડિમા (પ્રતિમા) કહે છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં, શ્રી આવશ્યક સૂત્રમાં શ્રી દશાશ્રુત સ્કંધ સૂત્રમાં (૬ઠું અધ્યયન) ૧૧ પડિમાના નામનો ઉલ્લેખ છે. બાર વ્રતોનું શુદ્ધ સમાચારણ કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થતાં વિશેષ વૈરાગ્યભાવ આવે ત્યારે ગૃહસ્થીનો કારભાર પુત્ર,
જ્ઞાનાધારા
(૧૪૯)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪